કુદરતી સુંદરતાની વાત કરીએ તો મેર ભારત મહાનમાં એવી અનેક જગ્યાો આવેલી છે કે જ્યાંની સુંદરતાને શબ્દોમાં વર્ણવવી શક્ય જ નથી. વિદેશથી લોકો આ સ્થળોની મુલાકાત લેવા માટે આવે છે. આજે અમે તમારા માટે અહીં આવી જ એક કુદરતી સૌંદર્યથી ભરપૂર જગ્યાની માહિતી લઈને આવ્યા છીએ, જ્યાં જીવનમાં એકાદ વખત તો ચોક્કસ જવું જ જોઈએ, પણ દુર્ભાગ્યે ભારતીય હોવાને કારણે આપણી ઈચ્છા પૂરી નહીં થઈ શકે. આ જગ્યાની સરખામણી લોકો ધરતીના સ્વર્ગ સ્વીટ્ઝર્લેન્ડ સાથે કરે છે. ચાલો વધારે સસ્પેન્સ ક્રિયેટ કર્યા વિના તમને જણાવી દઈએ કે આ જગ્યા આખરે છે કઈ? શાક્સગામ વેલી.
આ વેલી એ ધરતીનું એક એવું સ્થાન છે કે જેની સુંદરતાની સરખામણી લોકો સ્વીટ્ઝર્લેન્ડ સાથે કરે છે. આ જગ્યા માટે એવું કહેવાય છે કે જો તમે એકવાર આ જગ્યાએ જશો તો એની સામે સ્વીટ્ઝર્લેન્ડ પણ ફિક્કું લાગવા લાગશે. આટલી આ સુંદર વેલીની કમનસીબી એ છે કે અહીં ભારતીય નાગરિકોને આ સુંદર ખીણમાં જવાની પરવાનગી નથી. આવો, જાણીએ શું છે આ પાછળનું કારણ.
તમે શાક્સગામ વેલીનું નામ પહેલીવાર સાંભળ્યું હશે. કાશ્મીરના ઉત્તરીય કારાકોરમ પર્વતોમાંથી પસાર થતી શાક્સગામ નદીના બંને કાંઠે ફેલાયેલા આ વિસ્તાર શાક્સગામ વેલી તરીકે ઓળખવામાં આવે છે. આ વેલી લગભગ 5,800 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલી છે. આ વેલી એટલી બધી સુંદર દેખય છે કે નહીં પૂછો વાત. એક વખત અહીં આવનાર વ્યક્તિને પાછા ફરવાનું મન જ નથી થતું.
આ વેલી સુધી પહોંચવાનો રસ્તો ખૂબ જ અઘરો છે. આ વિસ્તાર એટલી બધી ઊંચાઈ પર આવેલો છે કે અહીં પહોંચવું સરળ નથી. આ જ કારણ છે કે આજે પણ શક્સગામ ખીણ લોકોની પહોંચથી દૂર છે અને તેની સુંદરતા હજુ પણ અકબંધ છે. અહીં ભારત, ચીન, પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને તાજિકિસ્તાનની સરહદ એક થઈ જાય છે. શાક્સગામ વેલીને ટ્રાન્સ કારાકોરમ ટ્રેક તરીકે પણ ઓળખવામાં આવે છે.
ભારત સત્તાવાર રીતે શાક્સગામ વેલીને તેનો ભાગ માને છે. ભારતના નકશામાં તમને આ ખીણ જોવા મળશે. આ સ્થળ ભારત-ચીન બોર્ડર લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ પર સિયાચીન પાસે છે. પરંતુ 1963થી આ ભાગ ચીનના નિયંત્રણમાં છે. હકીકતમાં, 1947-48ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં પાકિસ્તાને તેના પર કબજો કરી લીધો હતો. પરંતુ માર્ચ 1963માં ચીન અને પાકિસ્તાન વચ્ચે થયેલા સરહદી કરારમાં પાકિસ્તાને કબજા હેઠળની શક્સગામ ખીણ ચીનને આપી દીધી હતી.