ધોનીના આ ખાસ મિત્રએ ક્રિકેટના બધા જ ફોર્મેટમાંથી જાહેર કરી નિવૃત્તિ

ટૉપ ન્યૂઝ સ્પોર્ટસ

પૂર્વ ભારતીય બેટ્સમેન સુરેશ રૈનાએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. હવે રૈના આઈપીએલ અને ડોમેસ્ટિક ક્રિકેટ પણ રમતા જોવા નહીં મળે. રૈનાએ 15 ઓગસ્ટ 2020ના રોજ મહેન્દ્ર સિંહ ધોની સાથે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યું હતું. આ પછી આઈપીએલમાં તેમનું પ્રદર્શન ઘણું નિરાશાજનક રહ્યું હતું.

આ કારણથી તેમને IPL 2022ની મેગા ઓક્શનમાં કોઈ ખરીદનાર મળ્યો ન હતો. હવે રૈનાએ આઈપીએલ અને ડોમેસ્ટિક ક્રિકેટને પણ અલવિદા કહી દીધું છે.

સુરેશ રૈના આઈપીએલના સૌથી સફળ બેટ્સમેનોમાંના એક છે અને તેઓ મિસ્ટર આઈપીએલ તરીકે પણ જાણીતા હતા. જોકે, પાછળથી તેમનું ફોર્મ બગડ્યું અને રૈના આ ટૂર્નામેન્ટમાં પણ સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા.

“>

 

સુરેશ રૈનાએ પોતાની નિવૃત્તિની માહિતી સોશિયલ મીડિયા પર આપી છે. તેમણે ટ્વિટ કરીને લખ્યું છે કે, “મારા દેશ અને મારા રાજ્ય ઉત્તર પ્રદેશનું પ્રતિનિધિત્વ કરવું મારા માટે ગર્વની વાત છે. હું ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી મારી નિવૃત્તિની જાહેરાત કરવા માંગુ છું. હું બીસીસીઆઈ, ઉત્તર પ્રદેશ ક્રિકેટ એસોસિએશન ચેન્નાઈ સુપર કિંગ્સ, રાજીવ શુક્લા સર અને મારા બધા ચાહકોને આભાર કહેવા માંગુ છું.”

સુરેશ રૈનાએ પોતાના ફેવરિટ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની સાથે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું હતું. રૈનાએ તેની પાછળ ઘણા કારણો આપ્યા હતા. એક મીડિયા ઓર્ગેનાઈઝેશન સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે અમે 15 ઓગસ્ટે રિટાયર થવાનો પ્લાન બનાવી લીધો હતો. ધોનીની જર્સી નંબર 7 છે અને મારી 3 છે. આને ભેગા કરીને 73 બનાવો. 15 ઓગસ્ટ, 2020 ના રોજ, ભારતે આઝાદીના 73 વર્ષ પૂર્ણ કર્યા. તેથી આનાથી વધુ સારો દિવસ ન હોઈ શકે.

રૈનાએ તેમની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં 18 ટેસ્ટ, 226 વનડે અને 78 ટી-20 રમી છે. રૈનાના નામે ટેસ્ટમાં એક સદી સાથે 768 રન છે. રૈનાએ 226 વનડેમાં પાંચ સદીની મદદથી 5615 રન બનાવ્યા છે. તે જ સમયે, રૈનાએ ભારત માટે 78 T20 મેચમાં 1604 રન બનાવ્યા. જેમાં એક સદીનો પણ સમાવેશ થાય છે. રૈના એ ત્રણેય ફોર્મેટમાં ભારત માટે સદી ફટકારનાર કેટલાક બેટ્સમેનોમાંના એક છે.

IPLમાં સુરેશ રૈનાના નામે ઘણા રેકોર્ડ છે. તેમણે પ્લેઓફમાં સૌથી વધુ રન (714), સૌથી વધુ સિક્સર (40), સૌથી વધુ ફોર (51) સૌથી વધુ અર્ધસદી (7) સૌથી ઝડપી અડધી સદી (16 બોલ) અને પાવરપ્લેમાં સૌથી વધુ સ્કોર (87 રન) કર્યો છે. IPLની ફાઈનલ, ક્વોલિફાયર અને એલિમિનેટર મેચમાં પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ જીતનાર તેઓ એકમાત્ર ખેલાડી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.