પોતાની કરિયર ચાર્લ્ડ આર્ટિસ્ટ તરીક શરૂ કરી લોકપ્રિયતાના શિખરો સર કરનાર આજની બર્થ ડે ગર્લ એક સમયે એટલી બીઝી હતી કે વર્ષ 1999માં તેની 6 ફિલ્મ રિલીઝ થઈ હતી. જોકે તેમાંથી ચાર ફ્લોપ રહી અને બે એવરેજ, પણ આ અભિનેત્રીએ હિન્દી ફિલ્મજગતને ઘણી સારી ફિલ્મો અને સારા પર્ફોરમન્સ આપ્યા છે. સારા અભિનય સાથે તે ડાન્સક્વીન પણ છે. માધુરી દિક્ષિત પછી તેને તેના એક્સપ્રેશન્સ માટે પણ વખાણવામાં આવે છે. હા, હા, વધારે સસ્પેન્સ ક્રિએટ નથી કરવું વાત કરીએ છીએ રંગીલાની રંગીલી મિલી એટલે કે ઉર્મિલા મતોંડકરની, ચોથી ફેબ્રુઆરી, 1974માં જન્મેલી આ મુંબઈ ચી મુલગીએ કમલ હસન સાથે 1989માં ચાણક્યમ નામની ફિલ્મમાં ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે કામ કર્યું હતું. તે બધા ઘણા રોલ ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે કર્યા અને નરસિમ્હા ફિલ્મમાં હિરોઈન તરીકે ચમકી ઉર્મિલા. તે બાદ ઘણી ફિલ્મ આવી, પણ રામ ગોપાલ વર્માની રંગીલાએ તેને ખૂબ જ નામના આપી. જોકે વર્મા સાથેના તેના સંબંધોએ તેને ઘણી સારી ફિલ્મો તો અપાવી, પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમા તે એકલી પડી ગઈ. રામ ગોપાલ વર્માએ મોટા ભાગના લોકો સાથે પંગા લીધેલા હતા અને તે તમામે ઉર્મિલાની સાથે કામ કરવાનું પસંદ ન કર્યું. જ્યારે વર્મા અને ઉર્મિલા છૂટા પડ્યા તે બાદ તેની પાસે લગભગ કોઈ ફિલ્મ ન રી. જોકે તેની કારકિર્દીમા તેણે રંગીલા ઉપરાંત સત્યા, જુદાઈ, પ્યાર તુને ક્યા કિયા, ખૂબસુરત, પિંજર, મૈનેં ગાંધી કો નહીં મારા, ચમત્કાર જેવી ફિલ્મો આપી.ઉર્મિલાએ પોતાનાથી નવ વર્ષ નાના કાશ્મીરી મુસ્લિમ બિઝનેસમેન સાથે લગ્ન કર્યા અને કોંગ્રેસની બેઠક પરથી લોકસભાની ચૂંટણી પણ લડી. તે હારી ગઈ. તે બાદ તે શિવસેનામાં જોડાઈ. કંગના રનૌત સાથેના ટ્વીટર યુદ્ધ સમયે પણ તે સમાચારોમાં ચમકી હતી. સુંદરતા, નૃત્યકળા અને અભિનયને લીધે તે આજે પણ મોટો ચાહકવર્ગ ધરાવે છે. ત્યારે આપણે તો તેને રંગીલાની મિલી તરીકે જ ઓળખીએ છીએ તો આજના દિવસે આ રંગીલીને જન્મદિવસની શુભકામના.
હેપ્પી બર્થ ડેઃ એક વર્ષમાં છ ફિલ્મો રિલીઝ થઈ હતી આજની બર્થ ડે સેલિબ્રિટીની
RELATED ARTICLES