સારાભાઈ વર્સીસ સારાભાઈમાં જાસ્મિનનો રોલ કરનાર વૈભવી ઉપાધ્યાયનું કાર અકસ્માતમાં નિધન થયું હતું. હિમાચલ પ્રદેશમાં સોમવારે એટલે કે 22મી મેના રોજ આ દુઃખદ અકસ્માત થયો હતો. ચંદીગઢથી તેનો પરિવાર મૃતદેહને લઈને મુંબઈ આવશે અને બુધવારે સવારે તેના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. નિર્માતા અને અભિનેતા જેડી મજેઠિયાએ આ સમાચારની પુષ્ટિ કરી છે.
RIP vaibhavi 🙏 pic.twitter.com/J8YNIQT3cw
— JDMajethia (@JDMajethia) May 24, 2023
અત્રે ઉલ્લેખનીય છે કે વૈભવી ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીનું ખૂબ જ જાણીતું જાણીતું નામ છે. તેણે`CID` અને `અદાલત` જેવા ઘણા શોમાં કામ કર્યું હતું. જોકે `સારાભાઈ વર્સીસ સારાભાઈ`થી તેને નેમ અને ફેમ બંને મળ્યા હતા. વૈભવીએ આ સિરિયલમાં જાસ્મિનનું પાત્ર ભજવ્યું હતું. વૈભવીના મૃત્યુના નિધનથી ટીવી ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. `સારાભાઈ વર્સીસ સારાભાઈ`માં સાથે કામ કરનાર અભિનેત્રી રૂપાલી ગાંગુલીએ પણ સોશિયલ મીડિયા પર આ સમાચાર સાંભળીને દુઃખ વ્યક્ત કર્યું છે. તેણે વૈભવીની તસવીર શેર કરી અને લખ્યું- `તમે બહુ જલ્દી જતા રહ્યા…`
જ્યારે નિર્માતા-અભિનેતા જેડી મજેઠિયાએ તેના નિધન પર શોક વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે `મને આઘાત લાગ્યો છે. તે ખૂબ જ સારા દિલ એક હોનહાર એક્ટ્રેસ હતી, જેને ચોક્કસપણે તે સ્થાન મળ્યું નથી જેની તે હકદાર છે.`
વૈભવીના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર બુધવારે મુંબઈમાં કરવામાં આવશે. અક્સ્માત સમયે કારમાં તેનો મંગેતર પણ સાથે હતો.