Homeસ્પેશિયલ ફિચર્સઆ બેંકમાં છે તમારૂ એકાઉન્ટ? એપ્રિલથી ચેક પેમેન્ટના નિયમમાં કરાયો આ મહત્વનો...

આ બેંકમાં છે તમારૂ એકાઉન્ટ? એપ્રિલથી ચેક પેમેન્ટના નિયમમાં કરાયો આ મહત્વનો ફેરફાર

જો તમારૂ બેંક એકાઉન્ટ પણ પંજાબ નેશનલ બેંક (PNB)માં છે તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે. દેશની સૌથી મોટી સરકારી બેંકે ચેક દ્વારા પેમેન્ટ કરવાના નિયમોમાં મહત્વનો અને મોટો ફેરફાર કર્યો છે. એવું કહેવાઈ રહ્યું છે કે બેંકે પોતાના ગ્રાહકોને છેતરપિંડીથી બચાવવા માટે આ મોટું પગલું લીધું છે. બેંકે પાંચ લાખ અને તેનાથી વધુનની રકમની ચેકથી ચુકવણી માટે પોઝિટિવ પે સિસ્ટમ (Positive Pay System) ફરજિયાત બનાવી દેવામાં આવ્યું છે. આ નિયમ 5 એપ્રિલ, 2023થી લાગુ થશે. અગાઉ, PPSમાં ચેક જમા કરાવવાની જરૂરિયાત રૂ. 10 લાખ અને તેથી વધુ હતી.
ટુંકમાં જાણી લો શું છે Positive Pay System?
નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)એ Positive Pay System તૈયાર કરી છે. આ દ્વારા, મોટા ટ્રાન્ઝેક્શન માટે ચેક દ્વારા ચૂકવણી કરનારાઓએ કેટલીક મહત્વપૂર્ણ માહિતીની પુષ્ટિ કરવી પડશે. ચુકવણી કરવામાં આવે તે પહેલાં ચેક ક્લિયરિંગ સમયે આ ક્રોસ-ચેક કરવામાં આવે છે. આ પ્રક્રિયામાં, ગ્રાહકોએ નિયત રકમના ચેક જારી કરતી વખતે જરૂરી વિગતો જેવી કે એકાઉન્ટ નંબર, ચેક નંબર, ચેક આલ્ફા કોડ, ઈશ્યુની તારીખ, રકમ અને લાભાર્થીનું નામ વગેરેની પુનઃ પુષ્ટિ કરવી પડશે.
પનબ દ્વારા આ મામલે તાજેતરમાં એક નિવેદન જારી કરીને જણાવવામાં આવ્યું હતું કે ચેક ક્લિયર કરવાના 24 કલાક પહેલાં આ વિગતો બેંક સાથે શેર કરવાની રહેશે. ગ્રાહકો ઈન્ટરનેટ બેન્કિંગ, મોબાઈલ બેન્કિંગ, SMS બેન્કિંગ અથવા તેમની હોમ બ્રાન્ચ દ્વારા વિગતો શેર કરી શકે છે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ગ્રાહકોને ચેકની છેતરપિંડીથી બચાવવા માટે દર થોડા સમયે માર્ગદર્શિકા જારી કરવામાં આવતી હોય છે. RBIની આ નવી માર્ગદર્શિકા મુજબ, PNBએ 1 જાન્યુઆરી, 2021થી CTS ફોર્મમાં રૂ. 50,000 અને તેથી વધુના ચેક માટે PPS રજૂ કર્યું હતું. જોકે, આરબીઆઈએ એવું પણ જણાવ્યું હતું કે આ સુવિધાનો લાભ લેવો એ સંપૂર્ણ પણે એકાઉન્ટ હોલ્ડરની મરજી પર આધારિત છે. બેંક માત્ર તેનો અમલ કરવાનું વિચારી શકે છે. હવે 5 લાખ અને તેનાથી વધુના ચેક માટે ફરજિયાત બની ગયું છે…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular