શું તમે ક્યારેય કોઈ એવા જીવ વિશે સાંભળ્યું છે કે જે પોતાને ગાયબ કરવાની ક્ષમતા રાખતું હોય? આ સવાલનો જવાબ હશે કદાચ નહીં. પણ તમને કદાચ જાણીને નવાઈ લાગશે કે આ એક પ્રાસ પ્રજાતિના દેડકામાં આ કરતબ કરી દેખાડવાની ક્ષમતા છે. આ પ્રજાતિના દેડકાં પોતાના શરીરમાં રહેલાં બ્લડ સેલ્સને ઉંઘતી વખતે લીવરની અંદર ખેંચી લે છે, જેને કારણે તે સંપૂર્ણપણે ટ્રાન્સપરન્ટ થઈ જાય છે અને જ્યારે તમે એને આવી સ્થિતિમાં શોધવાનો પ્રયાસ કરો છો તો ત્યારે ખૂબ જ મુશ્કેલીથી દેખાય છે.
દેડકાંની આ ખાસ પ્રજાતિને નોર્દર્ન ગ્લાસફ્રોગના નામથી પણ ઓળખવામાં આવે છે. એક સ્ટડીમાં એવો ખુલાસો થયો છે કે સુંદર દેખાતા આ દેડકાં હકીકતમાં ખૂબ જ ઝેરી હોય છે. સાપની જેમ આ દેડકાં ડંસ નથી આપતા પણ પોતાની પીઠમાંથી ઝેરનો છંટકાવ કરે છે.
ગાયબ થઈ જવાની તેમની આ ખૂબી દુશ્મનો સામે રક્ષણ આપે છે. શરીરને પારદર્શક બનાવવા માટે આ દેડકાં પોતાના શરીરમાંથી 90 ટકા લોહી લીવરમાં શોષી લે છે. સંશોધકોની વાત પર વિશ્વાસ કરીએ તો આ દેડકો ધરતીનો એક માત્ર એવો જીવ છે જે પોતાની જાતને ગાયબ કરવાની ક્ષમતા ધરાવે છે. આ દેડકાંની લંબાઈ એક ઈંચ જેટલી હોય છે અને અમુક કેસમાં આ દેડકાંનું કદ થોડું મોટું હોઈ શકે છે.
મોટાભાગે આ દેડકાં મધ્ય અને દક્ષિણ અમેરિકાના જંગલોમાં જોવા મળે છ અને તેમના જીવનનો મોટાભાગનો સમય ઝાડના લીલાછમ પાંદડા પર પસાર થાય છે.