Homeફિલ્મી ફંડાઆ ફિલ્મે પહેલા દિવસે હિન્દી ફિલ્મોના તમામ રેકોર્ડ તોડ્યા, કમાણી મામલે નંબર...

આ ફિલ્મે પહેલા દિવસે હિન્દી ફિલ્મોના તમામ રેકોર્ડ તોડ્યા, કમાણી મામલે નંબર વન બની…

અજય દેવગનની ‘દ્રશ્યમ 2’ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. ‘દ્રશ્યમ’ પાર્ટ વનની રિલીઝના લગભગ સાત વર્ષ બાદ ‘દ્રશ્યમ 2’ મોટા પડદા પર આવી છે. ‘દ્રશ્યમ 2’ તમને ક્યાંય બોર કરતી નથી. અજયનો અભિનય, શ્રિયા શરણનો ડર અને અક્ષય ખન્નાના સ્વેગ આ વર્ષે રિલીઝ થનારી તમામ ફિલ્મોમાં ‘દ્રશ્યમ 2’ને ખાસ બનાવે છે. ફિલ્મને લોકો દ્વારા ઘણી પસંદ કરવામાં આવી રહી છે. ફિલ્મને ચારે બાજુથી સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે. પરિણામે, ફિલ્મનું કલેક્શન પણ ઘણું પ્રભાવશાળી રહ્યું છે. ‘દ્રશ્યમ 2’ મુંબઈ અને દિલ્હી સર્કિટમાં સફળતા સર કરી રહ્યું છે. અજય દેવગનની ફિલ્મો આમ પણ મુંબઈમાં જંગી કલેક્શન કરે છે. હવે ‘દ્રશ્યમ 2’ મુંબઈમાં પણ રેકોર્ડ બ્રેક કમાણી કરનાર ફિલ્મ બનવા તરફ આગળ વધી રહી છે. ‘દ્રશ્યમ 2’ ને વિવેચકો અને પ્રેક્ષકો બંને દ્વારા ઉષ્માભર્યું આવકાર મળ્યો છે અને શરૂઆતના દિવસે જ તેને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે.
ફિલ્મ પંડિતોના જણાવ્યા અનુસાર, દ્રશ્યમ 2એ તેના પહેલા દિવસે 15 થી 18 કરોડની વચ્ચે કલેક્શન કર્યું છે. ‘દ્રશ્યમ 2’ ભારતમાં 3302 સ્ક્રીન્સ પર અને ઓવરસીઝમાં 858 સ્ક્રીન્સ પર રિલીઝ થઈ છે, એટલે કે, ફિલ્મ કુલ 4 હજારથી વધુ સ્ક્રીન્સ પર રિલીઝ થઈ છે. આ ફિલ્મનું નિર્દેશન અભિષેક પાઠકે કર્યું છે. સંગીતની કમાન સાઉથના સુપરહિટ મ્યુઝિક ડિરેક્ટર દેવી શ્રી પ્રસાદના હાથમાં છે. ફિલ્મમાં અક્ષય ખન્નાનો અભિનય અને અજય દેવગનની ચતુરાઈ તમારા હોશ ઉડાવી દેશે. આ ફિલ્મ આ વર્ષની સૌથી વધુ કમાણી કરનાર હિન્દી ફિલ્મની યાદીમાં સામેલ થઈ શકે છે. તો તમે હજી સુધી ‘દ્રશ્યમ 2’ની ટિકિટ બુક કરાવી કે નહીં?

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular