પ્રખ્યાત અભિનેત્રી અને નેતા કિરણ ખેર કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. તેમણે સોમવારે સોશિયલ મીડિયા દ્વારા આ માહિતી આપી હતી, ત્યારબાદ તેમના ચાહકો અને શુભેચ્છકોએ તેમને ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી હતી.
ચંદીગઢના સાંસદ કિરણ ખેરે તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પર લખ્યું હતું કે- “હું કોવિડ પોઝિટિવ મળી આવી છું તેથી જે પણ મારા સંપર્કમાં આવ્યા છે, તેઓ કૃપા કરીને તેમનો ટેસ્ટ કરાવે.”
કોરોના દરમિયાન એટલે કે 2021માં તેઓ મલ્ટીપલ માયલોમાથી પીડિત હતા. મલ્ટીપલ માયલોમા એક પ્રકારનું બ્લડ કેન્સર છે જેના માટે ઓમ શાંતિ ઓમ ફેમ અભિનેત્રીએ સમયસર સારવાર લીધી હતી અને આ જીવલેણ રોગમાંથી બહાર આવ્યા હતા.
નોંધનીય છે કે કિરણ ખેર એક અનુભવી અભિનેત્રી છે જેમણે રાજકારણમાં પણ પોતાની પકડ મજબૂત કરી છે. તેઓ વરિષ્ઠ અભિનેતા અનુપમ ખેરના પત્ની છે. કિરણે 1986માં ‘આસારા પ્યાર દા’ નામની પંજાબી ફીચર ફિલ્મથી ફિલ્મ જગતમાં પ્રવેશ કર્યો હતો અને પછી લગભગ એક દાયકા સુધી વિરામ લીધો હતો. આ પછી તેમણે થિયેટરથી વાપસી કરી હતી અને ફરીથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. તેમણે શ્યામ બેનેગલની ‘સરદારી બેગમ’થી બોલિવૂડ ફિલ્મોમાં અભિનયની શરૂઆત કરી હતી.
તેમણે બોલિવૂડની ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે જેમાં ‘મેં હું ના’, ‘હમ તુમ’, ‘વીર-ઝારા’, ‘દેવદાસ’, ‘મંગલ પાંડેઃ ધ રાઇઝિંગ’, ‘દોસ્તાના’ અને ‘રંગ દે બસંતી’ સામેલ છે. સમાવેશ થાય છે. આ સિવાય 70 વર્ષીય અભિનેત્રી ‘ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ’, ‘કન્યાદાન’ અને ‘પ્રતિમા’ જેવા ઘણા ટેલિવિઝન શોમાં પણ જોવા મળ્યા છે.
તેમની રાજકીય કારકિર્દી વિશે વાત કરીએ તો, તેઓ 2009માં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા અને સામાન્ય ચૂંટણી જીત્યા હતા અને ચંદીગઢથી સાંસદ બન્યા હતા. તેઓ એક વખત 2014માં અને બીજી વખત 2019માં એમ બે વખત ચંદીગઢથી જીત્યા છે.