માઇક્રોસોફ્ટના માલિક અને બિઝનેસમેન બિલ ગેટ્સ 28 ફેબ્રુઆરીએ મુંબઇની આરબીઆઇની હેડઓફિસ પહોંચી ગયા હતા. તેમણે આરબીઆઇના ગવર્નર શક્તિકાંત દાસની સાથે મુલાકાત કરી હતી. આરબીઆઇએ આ તસવીરો ટ્વિટર પર શેર કરી છે અને લખ્યું છે કે, બિલ ગેટ્સ આજે આરબીઆઇની મુંબઇ ઑફ્સની મુલાકાતે આવ્યા હતા અને તેમણે ગવર્નર શક્તિકાંત દાસ સાથે કેટલાક મુદ્દાઓ પર ચર્ચા પણ કરી હતી.
ઉલ્લેખનીય છે કે બિલ ગેટ્સ ભારતમાં સ્વાસ્થ્ય અને શિક્ષણ સહિતના અન્ય ક્ષેત્રોમાં બિઝનેસની શોધમાં ભારત આવ્યા છે.
આરબીઆઇના ગવર્નર સાથે મુલાકાત બાદ બિલ ગેટ્સ તેમના સહાધ્યાયી અને જાણીતા ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાને પણ મળ્યા હતા. મહિન્દ્રાએ અગાઉ જાહેર કર્યું હતું કે તેઓ અને માઇક્રોસોફ્ટના સ્થાપક 1973માં હાર્વર્ડમાં સહાધ્યાયી હતા. બિલ ગેટ્સે તેમના બિઝનેસ પર ધ્યાન આપવા માટે હાર્વર્ડ છોડી દીધું હતું. બંને મિત્રોએ ભૂતકાળના સંસ્મરણો તાજા કર્યા હતા.
આરબીઆઇની ઑફિસ પહોંચ્યા આ મોંઘેરા મહેમાન
RELATED ARTICLES