ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલી અને તેની પત્ની-બોલીવૂડની જાણીતી અભિનેત્રી અનુષ્કા શર્માની સાથે વૃદાંવન પહોંચ્યા છે. વિરાટ અને અનુષ્કાની સાથે તેની દીકરી વામિકા પણ સાથે છે. શ્રીલંકા સામે વનડે સિરીઝ પહેલા વિરાટ કોહલી વૃદાંવનના પ્રેમાનંદ જી મહારાજના આશીર્વાદ લેવા પહોંચ્યા છે ત્યારે વીડિયોનું લોકોમાં વિશેષ ઘેલું લાગ્યું છે.
પરિવાર સાથે વૃદાંવન પહોંચેલા વિરાટનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાઈરલ થયો છે. વૃદાંવનસ્થિત સ્વામી પ્રેમાનંદ મહારાજના સત્સંગનો પહેલાથી લાભ આ દંપતી લઈ રહ્યું છે.
'વૃંદાવનમાં વિરાટ કોહલી'#ViratKohli𓃵 #virat #AnushkaSharma #Vrindavan #Cricket #CricketTwitter #TeamIndia pic.twitter.com/56UvKKtmD7
— Mumbai Samachar Official (@Msamachar4u) January 6, 2023
વિરાટ કોહલી બાંગ્લાદેશના પ્રવાસથી પરત ફર્યા પછી ક્રિકેટમાંથી બ્રેક લીધો છે. વિરાટ અત્યારે પરિવારની સાથે સંપૂર્ણ સમય વીતાવે છે. નવા વર્ષની ઉજવણી પણ પરિવાર સાથે દુબઈમાં વીતાવી હતી. ત્યારે અત્યારે કૃષ્ણ નગરી વૃદાંવનની ગલીઓમાં સમય વીતાવતો વીડિયો વાઈરલ થયો છે. આ વીડિયોમાં સ્વામીજીને કોઈ જાણકારી નથી, ત્યારબાદ તેની માહિતી કોહલી ક્રિકેટર છે, જ્યારે અનુષ્કા બોલીવૂડની અભિનેત્રી છે, ત્યારબાદ સ્વામીજી આશ્રમના એક ભક્તને અનુષ્કાને ચુનરી અને કોહલીને માળા પહેરાવે છે, ત્યારે દીકરી વામિકા અનુષ્કાના ખોળામાં બેસીને રમતી જોવા મળી છે અને મહારાજ દીકરીને નાની માળા પહેરાવવાનું કહે છે.