શુભમન ગિલ… ઈન્ડિયન ક્રિકેટ ટીમ અને આઈપીએલમાં દમદાર પર્ફોર્મ કરનાર એક સ્ટાર ક્રિકેટર. આઈપીએલની આ સિઝનમાં શુભમન ગિલનું નામ ખૂબ જ ચર્ચાયું છે એના બે કારણ છે, જેમાં સૌથી પહેલું અને મહત્ત્વનું કારણ એટલે તેનો ફોર્મ અને બીજું કારણ એટલે સારા સાથેનું તેનું અફેયર…
પણ અત્યારે આ સ્ટાર ક્રિકેટર અલગ જ કારણસર ચર્ચામાં આવ્યો છે. આ વખતે તેનું ચર્ચામાં આવવાનું કારણ છે તેના સિક્સ પેક. શુભમન સોશિયલ મીડિયા પર ખાસ્સો એવો એક્ટિવ છે અને તેણે હાલમાં પોતાના સિક્સ પેક દેખાડતો એક ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. શુભમનનો આ ફોટો ગણતરીની મિનીટોમાં જ વાઈરલ થઈ ગયો હતો અને ફેન્સ તેના સિક્સ પેક જોઈને જાત જાતની કમેન્ટ્સ કરી રહ્યા હતા. ફેન્સ તેના ફોટો પર લાઈક્સ અને કમેન્ટ્સનો વરસાદ વરસાવી રહ્યા છે.
પર્ફોર્મન્સની વાત કરીએ તો શુભમન અત્યાર ખૂબ જ ફોર્મમાં છે અને તેણે આ સિઝનમાં બે સિઝનમાં સતત બે મેચમાં સેન્ચ્યુરી ફટકારીને પોતાના નામનો ડંકો વગાડ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલાં પણ એવું બન્યું છે કે જ્યારે શુભમન ગિલ મેદાન પર રમવા ઉતરતો હતો ત્યારે દર્શકો તેને સારાના નામથી છેડતાં હતા.
શુભમનના દિલ પર ચોક્કસ કઈ સારા રાજ કરી રહી છે એ હજી પણ ફેન્સ માટે એક રહસ્ય જ છે. અને શુભમન પણ પોતાની રિલેશનશિપ બાબતે મગનું નામ મરી પાડવા માટે તૈયાર નથી.