સૌરવ ગાંગુલીની વાપસી, આઇપીએલમાં મળી આ જવાબદારી
આઈપીએલના સૂત્રોએ અહેવાલ આપ્યો છે કે બીસીસીઆઈના ભૂતપૂર્વ પ્રમુખ સૌરવ ગાંગુલીને દિલ્હી કેપિટલ્સના ક્રિકેટ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ફ્રેન્ચાઇઝી ટૂંક સમયમાં ઔપચારિક રીતે આ નિર્ણયની જાહેરાત કરશે.
ભૂતપૂર્વ ભારતીય સુકાની સૌરવ ગાંગુલી BCCI પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળતા પહેલા IPL 2019માં સલાહકાર તરીકે આઇપીએલ – ફ્રેન્ચાઇઝી દિલ્હી કેપિટલ્સના સાથે હતા. સૌરવ ગાંગુલીએ દિલ્હી કેપિટલ્સ સાથે કામ કર્યું છે અને તેના માલિકો સાથે સારું કમ્ફર્ટ લેવલ શેર કર્યું છે.
દિલ્હી કેપિટલ્સ સાથે જોડાયા બાદ સૌરવ ગાંગુલીનું પ્રથમ કામ ટીમ માટે કેપ્ટન તૈયાર કરવાનું રહેશે કારણ કે તેમના કેપ્ટન ઋષભ પંત અકસ્માતમાં ઇજાગ્રસ્ત થવાથી હૉસ્પિટલમાં છે અને મિનિમમ છથી આઠ મહિના સુધી ક્રિકેટ રમી શકવાની સ્થિતિમાં નથી.