કર્મચારીઓને મળશે 3.5 લાખ રૂપિયાનું બોનસ
એક તરફ, વૈશ્વિક મંદી અને કંપનીઓને થતા નુકસાનને કારણે છટણી થઈ રહી છે. બીજી તરફ એક કંપનીએ કર્મચારીઓને બોનસ આપવાની જાહેરાત કરી છે. આ બોનસની રકમ હજાર, 10 હજાર રૂપિયા નથી, પરંતુ 3.5 લાખ રૂપિયા છે અને આ બોનસ કંપની દ્વારા કર્મચારીઓને વર્ષના અંતમાં આપવામાં આવશે. 19,700 કર્મચારીઓમાંથી પ્રત્યેકને 3.5 લાખ રૂપિયાનું બોનસ આપવામાં આવશે. હાલમાં કંપનીમાં 19,700 કર્મચારી છે. આ તમામ કર્મચારીઓને બોનસ આપવામાં આવશે. તમારા મનમાં આ કઇ કંપની છે એ જાણવાની ઉત્સુકતા તો હશે જ. તોઆ કંપની આપણા દેશની નહીં, પરંતુ ફ્રાન્સની છે. આ એક ડિઝાઇનીંગ ફર્મ છે. આ કંપની હવે ત્રીજી સૌથી મોટી લક્ઝરી ફેશન બ્રાન્ડ બની ગઇ છે. ફ્રેન્ચ લક્ઝરી ડિઝાઈનિંગ ફર્મે કહ્યું છે કે ફેબ્રુઆરીના અંતમાં કંપની દ્વારા થયેલા નફા પર 4,000 યુરો અથવા રૂ. 3,50,000 ભેટ તરીકે આપવામાં આવશે. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે કંપનીનું વેચાણ અને કમાણી ઝડપથી વધી છે, જેના કારણે કંપની કર્મચારીઓને બોનસ આપી રહી છે. કંપનીના નફામાં પણ ગયા વર્ષની સરખામણીએ વધારો થયો છે. હર્મેસ કંપની પેરિસ, ફ્રાન્સમાં સ્થિત ફેશન ડિઝાઇનિંગ કંપની છે. આ કંપની 1837 થી કાર્યરત છે અને તેના સારા ઉત્પાદનો અને સારી સામગ્રી માટે જાણીતી છે. કંપનીના સીઈઓ એક્સેલ ડુમસે જણાવ્યું હતું કે કંપની દર વર્ષે કર્મચારીઓની ભરતી કરવાનું અને બોનસ આપવાનું ચાલુ રાખશે. વર્ષ 2022 દરમિયાન કંપનીએ 2,100 લોકોને નોકરીઓ આપી હતી.