આ કંપનીએ કર્મચારીઓ માટે સળંગ 11 દિવસની રજા જાહેર કરી

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

જો તમારી કંપની તમને કહે કે, ‘જાવ તમારું જીવન જીવી લો. તમને 10 દિવસની ભરપગારે છૂટ્ટી આપવામાં આવે છે….’ તો તમને કેટલો આનંદ થાય! આવી જ એક જાહેરાત ઈ-કોમર્સ પ્લેટફોર્મ મીશો દ્વારા તેના કર્મચારીઓ માટે કરવામાં આવી છે. મીશોનું માનવું છે કે જો કર્મચારીઓ ખુશ હશે તો તેમનું માનસિક સ્વાસ્થ્ય પણ સારું રહેશે. કર્મચારીઓ ખુશ હશે તો તેઓ બમણી મહેનત કરશે અને કંપનીને જ ફાયદો થશે. આથી કંપનીએ લાંબા ગાળાના ફાયદાનો વિચાર કરીને તેના કર્મચારીઓ માટે 11 દિવસની રજા જાહેર કરી છે.
સતત બીજા વર્ષે ઈ-કોમર્સ પ્લેટફોર્મ મીશોએ કર્મચારીઓના માનસિક સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપી છે અને 11 દિવસ માટે ‘રીસેટ અને રિચાર્જ બ્રેક’ની જાહેરાત કરી છે. મીશોએ તેની વેબસાઇટ પર આ વિશે માહિતી આપી છે. કંપનીનું કહેવું છે કે આ રજાઓ પાછળ કંપનીનો હેતુ કર્મચારીઓને માનસિક થાકમાંથી મુક્ત કરવાનો છે. કંપનીના જણાવ્યું છે કે આ રજા 22 ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધી આપવામાં આવશે.

કંપનીના સ્થાપક અને CTO સંજીવ બરનવાલે ટ્વિટર પર આની જાહેરાત કરી હતી અને જણાવ્યું હતું કે અમારો પ્રાથમિક ઉદ્દેશ્ય અમારા કર્મચારીઓને માનસિક રીતે સ્વસ્થ અને આનંદિત રાખવાનો છે. સતત બીજા વર્ષે અમે કર્મચારીઓ માટે 11 દિવસના બ્રેકની જાહેરાત કરી છે. કર્મચારીઓ આ રજાઓમાં તેમના પરિવાર સાથે સમય પસાર કરી શકે છે અથવા તો કોઇ મનપસંદ રમણીય સ્થળે પ્રવાસે પણ જઇ શકે છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.