શાહરૂખ ખાનનો ક્રેઝ માત્ર ભારતમાં જ નહીં પરંતુ આખી દુનિયામાં છે. કિંગ ખાન કરોડો લોકોના દિલની ધડકન છે. આજે તે આખી દુનિયામાં લોકપ્રિય છે. શાહરૂખ ખાન ભારતના સૌથી અમીર અભિનેતાઓમાંના એક છે.
છેલ્લા ચાર વર્ષમાં શાહરૂખ ખાનની કોઈ મોટી ફિલ્મ રિલીઝ થઈ નથી, પરંતુ તેમ છતાં તે વિશ્વના સૌથી અમીર કલાકારોમાં ટોપ 4th રિચેસ્ટ એક્ટર્સ ઇન ધ વર્લ્ડમાં સામેલ છે. તેમની સંપત્તિ ટોમ ક્રૂઝ અને જેકી ચેન જેવા લોકપ્રિય કલાકારો કરતા પણ વધુ છે. શાહરૂખ ખાન જેરી સેનફેલ્ડ, ટાયલર પેરી અને ‘ધ રોક’ ડ્વેન જોન્સન પછી વિશ્વનો ચોથો સૌથી અમીર અભિનેતા છે.
વર્લ્ડ ઓફ સ્ટેટિસ્ટિક્સ દ્વારા ટ્વિટર પર જાહેર કરવામાં આવેલી ‘વર્લ્ડ્સ રિચેસ્ટ એક્ટર્સ’ની યાદી અનુસાર, શાહરૂખ $770 મિલિયન અથવા રૂ. 6,306 કરોડની નેટવર્થ સાથે આ યાદીમાં એકમાત્ર ભારતીય અભિનેતા બન્યો છે. આ યાદીમાં અમેરિકન કોમેડિયન અને અભિનેતા જેરી સેનફેલ્ડ $1 બિલિયનની નેટવર્થ સાથે ટોચ પર છે.
ટોમ ક્રૂઝ અને જેકી ચેન કરતા પણ વધુ કમાણી કરે છે આ બોલીવૂડ સ્ટાર
RELATED ARTICLES