છેલ્લાં કેટલાય સમયથી સ્ક્રીન પરથી ગાયબ બબલી ગર્લ હમણાં હમણાં તેની પર્સનલ લાઈફ અને તેમાં પણ ખાસ કરીને લવ લાઈફને કારણે ચર્ચામાં આવી છે. બોલિવૂડ એક્ટ્રેસ પરિણીતી ચોપરા અને AAPના નેતા રાઘવ ચઢ્ઢા એકબીજાને ડેટ કરી રહ્યા હોવાની ચર્ચા છેલ્લાં કેટલાક દિવસથી જોરશોરથી ચાલી રહી છે. બંને મુંબઈમાં સતત બે દિવસ લંચ અને ડિનર ડેટ પર જોવા મળ્યા હતા. જે બાદ તેમના ડેટિંગના સમાચાર હેડલાઇન્સમાં છવાયેલા રહ્યા હતા.
આ ઉપરાંત બે-એક દિવસ પહેલાં પરિણીતી ડિઝાઈનર મનિષ મલ્હોત્રાના ઘરથી બહાર નીકળતી જોવા મળી હતી ત્યારથી તો તેમના લગ્નની ચર્ચાએ પણ જોર પકડ્યું છે. હવે આ બધા વચ્ચે આપના સાંસદ સંજીવ અરોરાએ પણ ટ્વિટ કરીને બંનેને અભિનંદન પાઠવ્યા છે અને ટ્વીટ બાદ તો ફિલ્મી અને રાજકીય વર્તુળોમાં બંને જણે સગાઈ કરી લીધી હોવાની વાત પણ ચર્ચાઈ રહી છે.
પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાની તસવીરો શેર કરતા આમ આદમી પાર્ટીના સાંસદ સંજીવ અરોરાએ ટ્વીટમાં કર્યું હતું કે હું પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાને હૃદયપૂર્વક અભિનંદન આપું છું. તેમની આ જોડીને ખૂબ પ્રેમ, સુખ અને આશીર્વાદ મળે. મારી શુભેચ્છાઓ.
અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં જ બોલિવૂડ એક્ટ્રેસ પરિણીતી ચોપરા આમ આદમી પાર્ટીના નેતા અને પંજાબના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા સાથે મુંબઈમાં રેસ્ટોરન્ટની બહાર જોવા મળી હતી. રસપ્રદ વાત તો એ છે કે, આ દંપતીને સફેદ રંગના ક્લોથ્સમાં ટ્વીનિંગ કર્યું હતું. ત્યારથી બંનેના ડેટિંગની અફવાઓ ચાલી રહી છે. જોકે, જ્યારે વીડિયો વાયરલ થયો, ત્યારે AAP સાંસદ રાઘવ ચઢ્ઢાએ એબીપી ન્યૂઝ સાથે વાત કરતા અફવાઓ પર પ્રતિક્રિયા આપી. તેણે કહ્યું હતું કે, મને પરિણીતિના નહીં પણ રાજકારણના પ્રશ્નો પૂછો…
આ વર્ષે જાન્યુઆરીમાં, પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાને પણ ‘ભારત યુકે આઉટસ્ટેન્ડિંગ અચીવર ઓનર્સ’થી નવાજવામાં આવ્યા હતા. દેશમાં પ્રથમ વખત કોઈને આ સન્માન મળ્યું છે.
I extend my heartfelt congratulations to @raghav_chadha and @ParineetiChopra. May their union be blessed with an abundance of love, joy, and companionship. My best wishes!!! pic.twitter.com/3fSWVT4evR
— Sanjeev Arora (@MP_SanjeevArora) March 28, 2023