ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના પ્રવક્તા શહજાદ પુનાવાલાએ કોંગ્રેસની ભારત જોડો યાત્રામાં સામેલ થવાની વાત કરી હતી, પરંતુ તેમને એક શરત રાખી હતી અને તેમણે કોંગ્રેસના નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમના એક ટિવટમાં જવાબ આપ્યો હતો. શહજાદ પુનાવાલાએ કહ્યું હતું કે જે દેશમાં વિરોધીઓની ગેંગથી આ યાત્રા મુક્ત થશે ત્યારે સૌથી પહેલા હું એમાં જોડાઈશ.
વાસ્તવમાં શહજાદ પુનાવાલા અને આચાર્ય પ્રમોદ ટિવટર પર એકબીજાને સવાલના જવાબમાં આપ્યો હતો. શહજાદ પુનાવાલાએ બુધવારે ટિવટર આચાર્ય પ્રમોદને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. જવાબમાં પુનાવાલાએ લખ્યું હતું કે જી સ્વામી, એટલા માટે તમને કોંગ્રેસ નહીં, પરંતુ દેશના માનીને તમને મહત્ત્વપૂર્ણ ભલામણ કરી છે, જ્યારે દેશ વિરોધીઓની ગેંગથી મુક્તિ મળશે ત્યારે આ યાત્રામાં હું સૌથી પહેલા જોડાઈશ.
શહજાદ પુનાવાલાએ કહ્યું હતું કે સ્વામીજી જ્યારે ભારતના ટુકડા ટુકડા કરનારી ગેંગ, અફજલ ગુરુના સમર્થક, હિંદુત્વને આઈએસઆઈએસ કહેનારા, ગૌમાતાને કાપનારા, શ્રી રામના અસ્તિત્વ પર સવાલ કરનારા અને કલમ 370 પાછી ખેંચવાની કરનારાથી તમારા યાત્રામાં બાદબાકી થશે, ત્યારે હું આ યાત્રામાં જોડાઈશ.
રાહુલ ગાંધીના નેતૃત્વમાં ભારત જોડો યાત્રા ઉત્તર પ્રદેશમાં છે અને આઠ દિવસના બ્રેક પછી આ યાત્રા મંગળવારે ગાઝિયાબાદથી ચાલુ થઈ હતી. રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા 20મી જાન્યુઆરીના જમ્મુ કાશ્મીરમાં પહોંચશે અને 30મી જાન્યુઆરીના પૂરી થશે.
Suneel Saraf, Congress MLA, who was seen rubbing shoulders with Rahul Gandhi during Bharat Jodo Yatra – seen firing his gun during his birthday on song “main hoon don”!
Now ask yourself – was this Bharat Jodo or criminal don jodo? George The Hater to this!! Will Cong sack him?? pic.twitter.com/SadXoF4dTz
— Shehzad Jai Hind (@Shehzad_Ind) January 2, 2023