રિયાલિટી ટીવી શો બિગ બોસ 16 કોઈને કોઈ કારણસર હમેશાં ચર્ચામાં રહે છે, પછી તે સાજીદ ખાનને મેકર્સ દ્વારા છાવરવાની વાત હોય કે પછી લોકપ્રિય કન્ટેસ્ટન્ટ અબ્દુ રોઝીકને નીચા દેખાડવાનો આક્ષેપ સુધ્ધાં દર્શકો કરી ચૂક્યા છે. હાલમાં આ શો ચર્ચામાં છે તેનું કારણ છે ટીવીની ફેમસ બહુ ઈમલી ઉર્ફે સુંબૂલ તૌકીર ખાને નેશનલ ટેલિવિઝન પર પોતાના બીજી મોટી ભૂલ કબૂલી છે. અવારનવાર સુંબૂલ અને ટીના દત્તાના ઝઘડા જોવા મળે છે અને હાલમાં જ બંનેનો જોરદાર ઝઘડો થાય છે અને ટીના સુંબૂલને એવું કહી દે છે કે આ ઘરમાં તેનું કોઈ અસ્તિત્વ જ નથી. આ વાતથી દુઃખી સુંબૂલ એમસી સ્ટેન સાથે વાત કરતી જોવા મળે છે જેમાં તે એવું કહી દે છે કે આ શોમાં આવીને મેં ભૂલ કરી દીધી છે અને આ મારા જીવનની બીજી સૌથી મોટી ભૂલ હતી. મારી લાઈફમાં બધું બરાબર ચાલતું હતું, ખબર નહીં શું સૂઝ્યું કે મેં આ શોમાં આવવાનું નક્કી કર્યું…
ટીવીની આ બહુએ નેશનલ ટેલિવિઝન પર કબૂલી જીવનની બીજી મોટી ભૂલ!
RELATED ARTICLES