ફિલ્મ ઈન્ડસ્ટ્રી એક એવી જગ્યા છે કે જ્યાં કોનો સિતારો ક્યારે ચાલી જાય એવું કંઈ કહેવાય નહીં અને આવી જ એક સ્ટેર છે કિયારા અડવાણી. કિયારાની ફિલ્મો દર્શકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે તો બીજી બાજું પોતાની લવ લાઈફને કારણે પણ તે અવારનવાર ચર્ચામાં રહે છે. હાલમાં જ પોતાની આગામી ફિલ્મ ગોવિંદા મેરા નામના પ્રમોશન દરમિયાન કિયારાએ પહેરેલા બેકલેસ આઉટફિટ્સને કારણે ચર્ચાનું કારણ બની છે. આ બેકલેસ જંપસુટમાં કિયારાનો લૂક એકદમ કિલર લાગી રહ્યો હતો અને તેણે તેના ચાહકોની ઊંઘ હરામ કરી દીધી હતી. સોશિયલ મીડિયા પર તેણે પોતાના આ ફોટો પોસ્ટ કર્યા હતા અને તેના પર ચાહકો કમેન્ટ્સ અને લાઈક્સનો વરસાદ વરસાવી રહ્યા છે.
એક યુઝરે તેના આ ફોટો પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે તમે તો ઠંડીમાં ગરમાહટનો અહેસાસ કરાવી દીધો. પ્રોફેશનલ લાઈફ સિવાય પર્સનલ લાઈફને કારણે પણ કિયારા ખૂબ જ ચર્ચામાં રહે છે.
સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા એકબીજાને ડેટ કરી રહ્યા છે અને અંદરકી બાત પર વિશ્ર્વાસ કરીએ તો બંને જણ પોતાના લગ્નની તૈયારીઓ કરી રહ્યા છે. ચાહકો પણ બંનેને જેમ બને તેમ ઝડપથી લગ્નબંધનમાં બંધાયેલા જોવા માગે છે.