ટેલિવૂડની મોસ્ટ પોપ્યુલર કપલ એટલે કે તેજસ્વી પ્રકાશ અને કરણ કુન્દ્રા અવારનવાર કોઈને કોઈ કારણસર લાઈમ લાઈટમાં રહેતા હોય છે પણ હાલમાં એક્ટરની એક્સ ગર્લફ્રેન્ડ કૃતિકા કામરા ચર્ચામાં આવી છે. કૃતિકા હાલમાં જ યોજાયેલા ફિલ્મફેર ઓટીટી એવોર્ડ 2022માં હાજરી આપવા પહોંચી હતી. હવે તમને થશે કે એવોર્ડ ફંકશનમાં હાજરી આપવા તો બાકીના સેલિબ્રિટિઝ પણ પહોંચ્યાં હશે તો આખરે અહીંયા આપણે કૃતિકાની વાત જ કેમ કરી રહ્યા છીએ? વાત જાણે એમ છે કે કૃતિકા લાઈમ લાઈટમાં આવી એનું કારણ એણે પહેરેલો ડ્રેસ છે. કૃતિકાનો ડ્રેસ જરા વધારે જ રીવિલિંગ હતો અને ઉપરથી તે ખુદ પણ આ ડ્રેસમાં કમ્ફર્ટેબલ હોય એવું નહોતું લાગી રહ્યું.
હાઈ સ્લિટ ડ્રેસમાં ઉપરની બાજુએ પણ એક કટ છે જેને કારણે કૃતિકાનો લુક ખુબ જ બોલ્ડ લાગી રહ્યો છે. સોશિયલ મીડિયા પર તેનો એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે જેમાં તે કારમાંથી ઉતરતી દેખાય છે અને તેના એક્સપ્રેશન સહજ નથી લાગતા એ જોઈને લોકોએ તેને આડે હાથ લેવાનું શરૂ કરી દીધું. એકાદ યુઝર્સે તો એવું પણ કહી દીધું કે જો કપડાં પહેરતાં ના આવડતા હોય તો શું કામ પહેરે છે? આ ઉપરાંત એક યુઝરે એવું કહ્યું કે આને ઠંડી નથી લાગતી કે? જોકે આ બધા વચ્ચે અમુક લોકો એવા પણ હતા કે જેમણે તેના લૂકના વખાણ પણ કર્યા અને તેની અને કરણની જોડી કેટલી ક્યૂટ લાગતી હતી એની યાદ અપાવી હતી.
રીવિલિંગ ડ્રેસમાં અનકમ્ફર્ટેબલ થઈ આ એક્ટ્રેસ!
RELATED ARTICLES