ત્રીજો જન્મ દિવસ: તમે હસ્યા કે નઇ?

પુરુષ

હસ્યા તો મારા સમ – સુભાષ ઠાકર

અરે જયંતીલાલ, તમારે દીકરા કેટલા? ૧૯૭૭માં નારણદાસે બાપુજીને પૂછયું.
“પહેલા સાત હતા હવે છ છે.
“હવે છ એટલે?
“મારો સૌથી નાનો સુભાષ…
“અરે બાપરે ક્યારે બન્યું? અમને તો.
“અરે ડોબાલાલ ગુજરી નથી ગયો. એ હાસ્ય કલાકાર બની ગયો.
તારી જાતના બાપુજી…. બોલો મારી હટી જાય કે નઇ? બાપુજી જેવા બાપુજી થઇને મારો દીકરો તરીકેનો એકડો જ કાઢી નાખે ને હાસ્ય કલાકારની કેરીયર શરૂ થતા પહેલાં એનું બાળમરણ થાય ને હું એમનું જ પ્રોડક્સન છું એ સાબિત કરવા પોતાના જ બાપાને ભૈ-બાપા કરવા પડે તો મારી અને બાની ઇજજતનું શું? કેમ તમારી બોલતી બંધ થઇ ગઇ? જોકે તમે ક્યાંથી બોલો. બા પણ મારી, ને ઇજજત પણ મારી…
સ્ટેજ ઉપરના બે-ચાર પ્રોગ્રામ જોયા પછી બાપુ મારા પર ભડક્યાં “અલ્યા ડોબા, મેરે પથ્થર કે સનમ… સાલુ દરેક જોક પછી ચોખવટ કરવી પડે છે કે હવે હસો અહીં જોક પૂરો થાય છે. તો યે તને હાસ્ય કલાકાર થવાના શેના અભરખા ઉપડ્યા છે. હજી સમય છે. ધંધો બદલી નાખ. અરે આમ જો ચક્રમવેડા કરી લોકોને હા… હા… હીહી કરાવવા ટ્રાય કરીશ તો કોઇ ખાનદાની તને ક્ધયા નઇ આપે.
“તો મી. બાપુ મારે ક્ધયા જોઇતી પણ નથી.મને તો છોકરી જોઇએ છે. ઍન્ડ માઇન્ડ વેલ બાપુ. એકવાર મારી બા કરતાં ચડીયાતી લાડી ન લાવું તો તમારું માથું ને મારી તલવાર…. સૉરી… સૉરી… મારું માથું ને તમારી તલવાર.
ને એક દિવસ ભૂતને પીપળો મળી રહે છે એમ મારા ઘરે સોનાનો સૂરજ ઊગ્યો. (એ જમાનામાં ઊગતી, અત્યારે ઉગે તો એલ્યુમિનિયમનો ઊગ્યો કહેવાય. સોનાનો ભાવ સાંભળ્યો છે?) ને વિષ્ણુ ભગવાન પસંદ થયા ને સરોજ નામનો પ્રસાદ મારી હથેળીમાં મૂકયો. (બાય ધ વે, મારા સસરાનું નામ વિષ્ણુપ્રસાદ છે, જાણ ખાતર) એમને ભ્રમ કે દીકરી થોડું હસવાનું શીખશે ને જમાઇમાં થોડી બુદ્ધિ આવશે.
મને અને એને એક રૂમમાં એકાન્ત આપ્યું ને, મેં પૂછયું “બેન તમને શેનો શોખ છે? લજામણીના છોડની જેમ શરમાતા શરમાતા બોલી. “મને નવી નવી અલગ અલગ પ્રકારની વાનગી બનાવાનો ખૂબ શોખ. યુ બીલિવ? મારા હાથના તીખા ગુલાબ જાંબુ ખાઓ તો આંગળા ચાટતા રહી જાઓ, ને આખા તરબૂચના ભજિયા… મારા હાથના સોસાયટીમાં બહુ જ ફેમસ. કઢીનો શીખંડ, વાહ-વાહ, એક દિવસ સોસાયટીમાં બધાના ઘરે એક એક વાટકી આપી આવેલી. “લો બેન શીખંડ વાયા કઢી. પણ સાલુ બધાના દાંત ચોટી ગયેલ. સજજડ બેબ ફીટમ ફીટ ડબીની જેમ ચોંટી ગયેલા. જે ડબા જલ્દી ઉખડતા જ નહોતા. પછી મને ભૂલ સમજાઇ કે ચોપડીમાં જોઇને બનાવવાની રીતથી બનાવી પણ પાનું ફરી ગયું. એ પતંગને ચોટાડવા માટે લઇ બનાવાની રીત હતી. પણ અબ પછતાયે કયા જબ ચીડીયા ચૂક ગઇ ખેત. ત્યારપછી સોસાયટીવાળાએ ત્રણ મહિના માટે કીટા કરી… એ સિવાય મને લેખ લખવાનો ખૂબ શોખ. ભવિષ્યમાં લેખિકા તરીકે મશહૂર થઇશ… “મારું નામ મીરાંબાઇ જેટલું ફેમસ હશે.
“વાહ-વાહ. આપણું જરૂર જોડું જામશે. મને પણ હાસ્ય કલાકાર પછી હાસ્ય લેખક બનવાનો વિચાર છે. બાય ધ વે. તમે કયા વિષય પર લખો છો?
“જી. હું વૉટ્સ ઍપ લેખિકા છું. આમાં હું જજ્ઞિિુ, ઝવફક્ષસ ુજ્ઞી. ઉંફુ ઇવફલદફક્ષ, ઉંજઊં, ઇંફિ ળફવફમયદ, જય મહાવીર ૂયહહ ભજ્ઞળય, ૠજ્ઞજ્ઞમ ખજ્ઞક્ષિશક્ષલ , ૠજ્ઞજ્ઞમ ગશલવિં ભગવાનના ફોટા…. આવુ ઘણું બધુ રોજ લખું…
એના જવાબથી હું અંદરથી મુંઝાયો, મે વીસ ઉધરસ, બાવીસ હેડકી ને પચ્ચીસ ખોખારા આવતા હતા એને પાછા ઠેલવી દીધા ને ઉપરથી મારા મુખમાંથી શબ્દો સરી પડ્યા.
“વાઉઉઉઉ… વોટ એ ગ્રેટ લેખિકા, આમનું આમ ચાલુ રહ્યું તો એક દિવસ કવિ કલાપી ઉમાશંકર જોષી, કવિ નર્મદ… આ બધા તો તમારી સામે પાની કમ ચાય. કીપ ઇટ અપ…
“સાચ્ચેજ ! તમે મને આ બધાની મુલાકાત કરી આપશો? ક્યારે લઇને આવો છો?
“ના. એ માટે તમારે ઉપર જવું પડે…
પણ… પણ… પણ જગતની તમામ વાઇફોને ટક્કર મારે એવી અઘરી આઇટમ હોવાથી મેં હા પાડી મારે બાપુજીને દેખાડી આપવું હતું. “જુઓ બાપુ, આને કહેવાય વાઇફ… તમે પણ જલીને ખાખ થઇ જશો. ના હું તમારા બધાની જેમ જ ગોઠવાઇ ગયો.
થોડા વખત તો અમારું બરાબર ચાલ્યુ ને એક દિવસ સરોજની સહેલી ઇલાએ પૂછયું “શું કરે છે તારો વર?
“એ હાસ્ય કલાકાર છે.
“અરે કોણ છે. એ નથી પૂછતી, પણ કરે છે શું?
“અરે લોકોને હસાવે છે. આનંદમાં રાખે છે… ખુશ રાખે…
“હોય એ તો, ઇશ્ર્વર દરેકમાં કંઇને કંઇ ખામી મૂકે છે…
“હવે આ ઓછું પડયું કે હાસ્ય કલાકારમાંથી હાસ્ય લેખક બનવાની ખુજલી ઉપડી ને ત્રણ-ત્રણ વરસથી મુંબઈ સમાચારમાં કોલમ લખવાનું તુત ઉપડયું ને ૨-૭-૨૨ તારીખે કોલમને ત્રણ વર્ષ પૂરા. ૨-૭-૨૦૧૯થી ૨-૭-૨૨…
“એ ખોટું, લખવું હોય તો સુરત સમાચાર, વડોદરા સમાચાર કે અમદાવાદ સમાચારમાં લખાય, અરે તારા ઘરમાં બેસી લખાય, તારું ઘર કંઇ નાનું થોડું છે.
“બકા, તારા મગજનો રિપેરિંગનો ખર્ચો બહુ છે. આખું કાંદિવલી વેચીએ તો પણ મેળ ન પડે… અરે લખે છે તો ઘરમાં પણ છપાય છે મુંબઈ સમાચાર અખબારમાં દર મંગળવારે… “હસ્યા તો મારા સમ… ઇલા, તારા સમ ખાઇને કઉં છું. કોઇ હસ્તુ નથી. દરેક વાંચકના ઘરે જઇને પુછાય તો નઇ કે “તમે હસ્યા? અરે લખ્યા પછી મારી સામે વાંચે. સુધારા વધારા કરી પાંચ-સાત ફૂલસ્કેપ કાગળ બગાડી મુંબઈ સમાચારની ઓફિસમાં મોકલે. મને થાય “હા…શ છૂટયા. પણ મંગળવારે પાછું પૂછે. આજે વાંચ્યુ? કેવું લાગ્યુ? સાલુ આ તો કંઇ જીવન છે? શબ્દોના દરીયા વચ્ચે મરજીવા થઇને રહેવાનું. સાલુ સહનશક્તિની કોઇ લિઇમટ ખરી કે નઇ પણ એને હાસ્ય કલાકારમાંથી લેખક બનવાના ધખારા શું કમ ઉપડ્યા…
“સેઇમ બકા સેઇમ સવાલ, મેં કરેલો ને કીધું પણ ખરા કે આવા ખોટા રિસ્ક ન લો તો મને શું કિધું ખબર છે?
“મને શું ખબર વર તારો છે, વિચાર તારા
વરનો છે. ને મરજી પણ…
અરે મને કહે “ફોર એ ચેઇન્જ. જેમ એક જમાનામાં જો તને યાદ હોય તો પૂજય ગણપતિબાપા લાડુ ખાઇને કંટાળી ગયેલા ને થોડઓ વખત દૂધ પીવાને રવાડે ચડી ગયેલા એમ મને થયું કે ચાલો લેખક તરીકેનો અખતરો.
“પણ એને બિચારાને ખબર ન પડી કે આ અખતરો ખતરો બની જશે…
“પણ ચાર વરસ…. બકા ઇલા કોને કિધુ. એ તો મારી જગાએ તું હોત તો… સરોજ રડવા જેવી થઇ ગઇ.
“પ્લીઝ, તું રડ નઇ, નઇતર કોણ માનશે કે તારો વર હાસ્ય કલાકાર કે લેખક છે. અરે હજી ક્યાં મોડું થયું છે. તંત્રી નીલેશભાઇ દવેને ફોન કર કે અમે તમારું શું બગાડયું. છે કે અમારા વરને… સૉરી તારા વરને કોલમ લખવા આપી આડે રવાડે ચડાવ્યો છે. સંસારની વાટ લગાડી…
“ની. હેલ્લો નીલેશભાઇ મુંબઈ સમાચારને ૨૦૦ વર્ષની શુભેચ્છા ને અભિનંદન. આજે મારા વર નામે સુભાષ ઠાકરની કૉલમ વિશે વાત કરવા માગું છું. આભાર પણ અઠવાડીયા પછી કરો. હમણાં બિઝી છું. ઓકે. એ વાત આવતા મંગળવારે…
શું કહો છો?

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.