સોલો ટ્રાવેલર તરીકે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું

39

કેતકી જાની

સવાલ: પાંત્રીસ વર્ષની અવિવાહિત સ્ત્રી છું. ઘરમાં તેમજ બહાર મિત્રો જે પરણેલા છે તે તમામ લોકોને કુટુંબ સાથે ફરવા જતા જોઉં એટલે મને પણ મન થાય કે મારે પણ જવું જોઈએ. તે લોકો સાથે જાઉં ત્યારે મને એમ લાગે કે મારે લીધે તેમની પ્રાઈવસીમાં ખલેલ પહોંચતો જ હશે, આ વિચાર બાદ મને ‘સોલો ટ્રાવેલ’ કરવાની ખૂબ જ ઈચ્છા છે. શું હું જઈ શકું?
‘સોલો ટ્રાવેલર’ તરીકે મારે કઈ બાબતો ધ્યાનમાં
ઑરાખવી તે જણાવો. ભારત અને પરદેશ બધે મારે ફરવું છે.
જવાબ: બહેન, તમે ચોક્કસ જઈ શકો ‘સોલો ટ્રાવેલર / એકલ-મુસાફર’ તરીકે તમારી ઈચ્છા હોય તે કોઈપણ જગ્યાએ. પણ હા, પહેલી જ વાર જતાં હોય તો પહેલવહેલી મુલાકાત ભારતના જ કોઈ તમને મનગમતા સ્થળની લેવી. આ મુસાફરી દરમિયાન તમને ‘સોલો ટ્રાવેલ’નો અનુભવ થશે, તમને શું ગમે/ફાવે છે? તમે કઈ પરિસ્થિતિ કેવી રીતે હેન્ડલ કરી શકો છો? અને આ ઉપરાંત અનેક નાનીમોટી બાબતો તમે જાણી શકશો, જેથી ભવિષ્યમાં પરદેશ જવાનું પણ વિચારી શકો. ભારતમાં તમે હોવ તો પહેલી જ વાર ‘સોલો ટ્રાવેલર’ મુસાફરી દરમિયાન કોઈપણ તકલીફ આવી જાય તો તમે તાત્કાલિક ધોરણે ઘરવાળા કે મિત્રો પાસે મદદ માગી શકો. શકય બને કે કોઈ તકલીફથી મુસાફરી છોડી અધવચ્ચે ઘરે પરત થવું હોય તો પણ આસાની રહે. ઈન શોર્ટ તમે પહેલીવાર ‘સોલો ટ્રાવેલર’ તરીકેની મુસાફરી ભારતના કોઈ તમારા મનગમતા સ્થળની જ કરો તે હિતાવહ છે.
હવે વાત તમારે આ એકલ મુસાફરી વખતે ધ્યાન રાખવા જેવી બાબતોની. મુસાફરીના નિશ્ર્ચિત દિવસો પહેલાં શક્ય હોય તો એકવાર ડૉકટરની મુલાકાત લેવી. તેમની સલાહ લઈ મુસાફરીના દિવસો દરમિયાન જો કોઈ શારીરિક તકલીફ આવી પડે તો, શું કરવું? તે જાણી તે મુજબ બધી દવા અને ફર્સ્ટ એઈડ બોક્સ સાથે રાખવું- તમારું આધાર કાર્ડ / પેન કાર્ડ આદિ ઓળખપત્ર તેની ઝેરોક્સ કોપી સહ સાથે રાખવું. – આપે આપ નોકરી કરી છો કે કેમ કરશો આ મુસાફરી માટે પૈસાનું આયોજન તે કાંઈ જણાવ્યું નથી. ખાસ વાત કે સોલો ટ્રાવેલ દરમિયાન ખપ કરતાં વધુ પૈસા હાથમાં રાખી નીકળવું હંમેશાં આવકાર્ય છે. તે પ્રમાણે યોગ્ય આર્થિક વ્યવસ્થા કરવી. – ક્યાં જશો? ક્યાં રહેશો? વગેરેની માહિતી સૌથી પહેલા જ ઘરબેઠાં ગૂગલ બાબાની મદદથી લો અને પ્રવાસમૅપ નક્કી કરો. જે-તે સ્થળ જ્યાં રાતવાસો કરશો તે પણ એડવાન્સ બુકિંગ કરાવી દો. – તમે જે નક્કી કર્યો પ્રવાસમૅપ તે ઘરમાં કુટુંબના વડીલને આપીને જજો, જેથી તેઓ ચિંતા ના કરે કે તમે ક્યાં જશો અને શું કરશો? – કેમેરો, ગોગલ્સ, નેઈલ કટર, સેફટીપિન, પેપર સ્પ્રે, ડાયરી, સેનેટરી નેપ્કીન, મનગમતું પુસ્તક, મોબાઈલ માટે પાવર બૅન્ક જેવી રોજબરોજની આવશ્યક વસ્તુઓ ખાસ લેવી. સાથે બ્લુટૂથ સ્પીકર, ઈઅર ફોન સાથે રાખવું જેથી ગીતો સાંભળી શકાય. સંગીત વગર કોઈપણ પ્રવાસ પૂરો ના થાય તેવું મને હંમેશા લો છે. – પગમાં શૂઝ પહેરવા અન એકાદ એકસ્ટ્રા જોડી મોજાં સહ સાથે રાખવા, જેથી કોઈપણ જગ્યાએ અણધારી તકલીફમાં ના મુકાવ. – ખાસ વાત એ કે તમારે જ તમારો સામાન ઊંચકવાનો પણ છે અને તેનું ધ્યાન પણ રાખવાનું છે, આ વસ્તુ મગજમાં નોંધી જે અનિવાર્ય છે તેવી અને ઓછામાં ઓછી વસ્તુઓ સાથે પ્રવાસ કરવો જેથી મુસાફરી બોઝ ન લાગતા આનંદપૂર્ણ બને. એક જ બેક પૅક સાથે રાખવું. જેમાં કુનેહથી બધી જ વસ્તુઓ વ્યવસ્થિત પેક કરવી જે ખાસ જરૂરી છે. – જ્યાં જાવ છો તે જગ્યાનો ડીટેઈલ મૅપ જોઈ ત્યાં વિશે માહિતગાર રહો. – જે ડેસ્ટિનેશન સ્થળ છે ત્યાં હંમેશાં સવારે પહોંચો તેવી યોજના કરો, જેથી નવું સ્થળ જ્યાં તમે રહેશો તે કેવું છે તેની જાણકારી મળી જાય. શકય છે તમને ત્યાં ના ગમે તેવી કોઈ બાબત હોય તો રહેવાની જગ્યા બદલી શકાય. જો રાત પડી જાય તો આ શક્ય ના બને અને તમારે ત્યાં જ ફરજિયાત રહેવું પડે. – સફર દરમિયાન પૌષ્ટિક ખોરાક અનિવાર્યપણે લેવો, જીભને ગમે તેવો નહીં પણ શરીરને ફાયદાકારક ખોરાક લેવો. – જ્યાં જાવ ત્યાં લોકલ રહેવાસી લોકો જોડે વાતચીત કરી તેમના વિશે અવનવું જાણો. – સોલો ટ્રાવેલર્સ માટે આજકાલ સ્પેશિયલ ટ્રાવેલ ઈન્સ્યોરન્સ પણ હોય છે, તમારે ચોક્કસ તે લેવો જોઈએ. – બસ સફર દરમિયાન ચિંતાતુર ના રહેતા ખુશ-ખુશાલ રહો અને મઝા કરો, અસ્તુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!