દુનિયા ડિજિટલ થઈ રહી છે ત્યારે હવે ચોર પણ ડિજિટલ થયા હોવાની ઘટના મુંબઈમાં બની છે. મળતી માહિતી અનુસાર વસીમ કુરેશી નામના આરોપીએ તેની નોકરીના પહેલા જ દિવસે કુર્લાની એક બેકરીમાં સાથે કામ કરનારા કર્મચારીનો મોબાઈલ ચોર્યો હતો. ત્યારબાદ તે પીડિતા પાસેથી ડિજિટલ પેમેન્ટની માગણી કરી રહ્યો હતો. તે દરરોજ મોબાઈલ મેળવવા માટે પૈસાની માગણી કરી રહ્યો હતો. આરોપીના ત્રાસથી કંટાળીને યુવતીએ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો અને તેને થાણેથી પોલીસે પકડી લીધો હતો. પોલીસે તેની પાસેથી 10 મોબાઈલ જપ્ત કર્યા હોવાની માહિતી સંબંધિત પોલીસ અધિકારીએ આપી હતી.

Google search engine