Homeદેશ વિદેશદુનિયાના આ બે દેશો ભડકી બળી રહ્યા છે....જાણો કેમ?

દુનિયાના આ બે દેશો ભડકી બળી રહ્યા છે….જાણો કેમ?

સ્થાનિક નાગરિકોમાં વિરોધનું બવંડર, જનજીવન પ્રભાવિત

નવી દિલ્હી/ તેલ અવીવ/ પેરિસઃ આંતરરાષ્ટ્રીય સ્તરે વિકસિત રાષ્ટ્રોમાં સ્થાનિક નાગરિકો દ્વારા જોરદાર વિરોધ પ્રદર્શનો કરવામાં આવી રહ્યા છે, તેથી રાજકીય અને આર્થિક અસ્થિરતાનું નિર્માણ ઊભું થયું છે. મંગળવારે પણ ઈઝરાયલમાં સ્થાનિકો દ્વારા સરકારની વિરોધમાં પ્રદર્શનો ચાલુ રહ્યા હતા, જ્યારે રાજકીય કટોકટીને લઈ ઈઝરાયલ દ્વારા વિવિધ દેશોની દૂતાવાસને બંધ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું.

કોરોના પછી દુનિયાભરમાં વિરોધ પ્રદર્શનનો સિલસિલો ચાલુ રહ્યો છે. ક્યાંક પશ્ચિમના દેશો આર્થિક કટોકટીનો સામનો કરે છે, જ્યારે વિકસિત દેશ ઈઝરાયલ, ફ્રાન્સ વગેરેની પ્રજા જોરદાર વિરોધ પ્રદર્શન કરીને સરકારની ખુરશી હલાવી નાખી છે. ઈઝરાયલથી ફ્રાન્સ સુધી લોકો શેરીઓ અને રસ્તા પર ઉતરીને શાંતિને ડહોળી રહ્યા છે. ચાલો વિસ્તારથી જાણીએ.

ઈઝરાયલના વડા પ્રધાન બેન્જામીન નેતન્યાહુએ જ્યુડિશિયલ રિફોર્મ બિલ પસાર કર્યું હતું, જેના વિરોધમાં દેશમાં સ્થાનિકોએ બાનમાં લીધું હતું. ઠેરઠેર વિરોધ પ્રદર્શન કરવાને કારણે તેની જાહેર જનજીવન પર અસર પડી હતી. આ વિરોધ પ્રદર્શન 70 વર્ષમાં સૌથી જોરદાર હિંસક પ્રદર્શન માનવામાં આવી રહ્યું છે, એવું વર્તુળોએ જણાવ્યું હતું.

પાટનગર દિલ્હીમાં આગામી સૂચના વચ્ચે ઈઝરાયલની દિલ્હી સ્થિત દૂતાવાસને બંધ કરવાની જાહેરાત પણ કરવામાં આવી હતી. ભારત અને દુનિયાભરના તમામ ઈઝરાયલ મિશનના અધિકારી પણ તેના સમર્થનમાં દૂતાવાસ બંધ રાખવાનો નિર્ણય લીધો હતો. નેતન્યાહુએ રવિવારે જ સંરક્ષણ પ્રધાન યોઆવ ગૈલેન્ટને કાઢી મૂકવામાં આવ્યા હતા. સંરક્ષણ પ્રધાને શનિવારે કહ્યું હતું કે દેશની ન્યાય પ્રણાલીને નબળી કરવા માટે સરકાર બિલ લાવ્યું હતું, તેનાથી મિલિટરીમાં ફૂટ પડી છે. એનાથી દેશની આર્થિક-સુરક્ષાને જોખમ છે. સંરક્ષણ પ્રધાનને કાઢી મૂકવામાં આવ્યા પછી લાખો લોકો રસ્તા પર ઉતરીને સરકારનો સખત વિરોધ નોંધાવ્યો હતો.

 

ફ્રાન્સમાં પેન્શન સુધારાનો વિરોધ વચ્ચે મંગળવારે પેરિસ સ્ટેશન પર પ્રદર્શન કરીને ટ્રેનસેવા ખોટકી નાખી હતી. આખા દેશમાં ઠેરઠેર પેન્શન સુધારાની વિરોધમાં પ્રદર્શનો ચાલુ છે, જેમાં પેરિસમાં ચક્કાજામ કરીને ટ્રેનસેવાને અટકાવી દીધી હતી.

ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોએ દેશમાં નિવૃત્તિની ઉંમર 62 વર્ષથી વધારીની 64 કર્યું હતું. તેના માટે ફ્રાન્સની સંસદમાં વોટિંગ પણ થવાનું હતું. સરકારે વગર વોટિંગે જ કાયદો લાગુ કરી દીધો હતો, તેથી લોકોએ વિરોધ પ્રદર્શન ચાલુ રાખ્યા છે. ફ્રાન્સના પ્રધાને વિવાદાસ્પદન નિવેદન કર્યું હતું. ફ્રાન્સના ગૃહ પ્રધાન ગેરાલ્ડ ડર્મેનિને કહ્યું હતું કે પ્રદર્શનકારીઓનો ઉદ્દેશ હિંસા કરવાની સાથે નુકસાન પહોંચાડવાની સાથે લોકોને મારવા અને ઈજા પહોંચાડવાનો છે. તેમણે કહ્યું હતું કે દેશમાં એક હજારથી વધારે કટ્ટરપંથી છે, જેમાં અનેક વિદેશથી આવેલા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -