Homeઆપણું ગુજરાતમાળીયા મિયાણા સ્ટેશન ઉપર ડબલિંગના કામને લીધે આ ટ્રેનને થશે અસર

માળીયા મિયાણા સ્ટેશન ઉપર ડબલિંગના કામને લીધે આ ટ્રેનને થશે અસર

કેન્દ્ર સરકાર વિવિધ કામ હાથ ધરતી હોય છે. પશ્ચિમ રેલવેએ અમદાવાદ મંડળના માળીયા મિયાણા સ્ટેશનથી માળીયા મિયાણા સ્ટેશન બી વચ્ચે ડબલિંગ કામ હાથ ધર્યું છે જેને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે આ ટ્રેનમાં મુસાફરી કરનારા લોકોએ ફેરફાર વિશે જાણવું જરૂરી છે. રેલવેએ આપેલી માહિતી અમે તમારી સાથે શેર કરી રહ્યા છીએ, જેથી તમને પ્રવાસમાં તકલીફ ન પડે.

1. 21 માર્ચ 2023 ના રોજ નાગરકોઈલ થી ચાલતી ટ્રેન નંબર 16336 નાગરકોઈલ-ગાંધીધામ એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશન ઉપર શોર્ટ ટર્મિનેટ થશે તથા આ ટ્રેન અમદાવાદ અને ગાંધીધામ વચ્ચે આશિંકરૂપે રદ રહેશે.

2. 23 માર્ચ 2023 ના રોજ શ્રી માતા વૈષ્ણોદેવી કટરા થી ચાલતી ટ્રેન નંબર 12474 શ્રી માતા વૈષ્ણોદેવી કટરા-ગાંધીધામ એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશન ઉપર શોર્ટ ટર્મિનેટ થશે તથા આ ટ્રેન અમદાવાદ અને ગાંધીધામ વચ્ચે આશિંકરૂપે રદ રહેશે.

3. 24 માર્ચ 2023 ના રોજ બાન્દ્રા ટર્મિનસ થી ચાલતી ટ્રેન નંબર 22903 બાન્દ્રા ટર્મિનસ-ગાંધીધામ એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશન ઉપર શોર્ટ ટર્મિનેટ થશે તથા આ ટ્રેન અમદાવાદ અને ભુજ વચ્ચે આશિંકરૂપે રદ રહેશે.
4. 24 માર્ચ 2023 ના રોજ ગાંધીધામથી ચાલતી ટ્રેન નંબર 16335 ગાંધીધામ-નાગરકોઈલ એક્સપ્રેસ ગાંધીધામને બદલે અમદાવાદથી ઉપડશે તથા આ ટ્રેન ગાંધીધામ અને અમદાવાદ વચ્ચે આશિંકરૂપે રદ રહેશે.
5. 25 માર્ચ 2023 ના રોજ ગાંધીધામથી ચાલતી ટ્રેન નંબર 16335 ગાંધીધામ-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા ગાંધીધામને બદલે અમદાવાદથી ઉપડશે તથા આ ટ્રેન ગાંધીધામ અને અમદાવાદ વચ્ચે આશિંકરૂપે રદ રહેશે.
6. 25 માર્ચ 2023 ના રોજ ભુજથી ચાલતી ટ્રેન નંબર 22904 ભુજ-બાન્દ્રા ટર્મિનસ એક્સપ્રેસ ભુજ ને બદલે અમદાવાદથી ઉપડશે તથા આ ટ્રેન ભુજ અને અમદાવાદ વચ્ચે આશિંકરૂપે રદ રહેશે.

7. 23 માર્ચ 2023 ની ટ્રેન નંબર 22952 ગાંધીધામ-બાન્દ્રા ટર્મિનસ એક્સપ્રેસ પરિવર્તિત માર્ગ વાયા માળીયા મિયાણા-ધ્રાંગધ્રા-વિરમગામ ના રસ્તે ચાલશે.
8. 24 માર્ચ 2023 ની ટ્રેન નંબર 14312 ભુજ-બરેલી આલાહઝરત એક્સપ્રેસ પરિવર્તિત માર્ગ વાયા સામાખ્યાળી-રાધનપુર-પાલનપુરના રસ્તે ચાલશે.
9. 25 માર્ચ 2023 ની ટ્રેન નંબર 15667 ગાંધીધામ-કામાખ્યા એક્સપ્રેસ પરિવર્તિત માર્ગ વાયા માળીયા મિયાણા-ધ્રાંગધ્રા-વિરમગામના રસ્તે ચાલશે.

10. 23 માર્ચ 2023 ની ટ્રેન નંબર 14311 બરેલી-ભુજ આલા હઝરત એક્સપ્રેસ પરિવર્તિત માર્ગ વાયા પાલનપુર-રાધનપુર-સામાખ્યાળીના રસ્તે ચાલશે.

11. 22 માર્ચ 2023 ની ટ્રેન નંબર 15668 કામાખ્યા-ગાંધીધામ એક્સપ્રેસ પરિવર્તિત માર્ગ વાયા વિરમગામ-ધ્રાંગધ્રા-માળીયા મિયાણાના રસ્તે ચાલશે.
12. 24 માર્ચ 2023 ની ટ્રેન નંબર 22951 બાન્દ્રા ટર્મિનસ-ગાંધીધામ એક્સપ્રેસ પરિવર્તિત માર્ગ વાયા વિરમગામ-ધ્રાંગધ્રા-માળીયા મિયાણાના રસ્તે ચાલશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -