ટીમ ઈન્ડિયામાં પાછા ફરવાની અપેક્ષાએ આ ત્રણ જાણીતા ક્રિકેટર ક્રિકેટમાંથી સંન્યાસ લેતા નથી

128

ટીમ ઈન્ડિયાના ત્રણ ખેલાડી હજુ પણ તકની રાહ જોઈ રહ્યા છે કે ઈન્ટરનેશનલ ક્રિકેટની કારકિર્દીમાં સફળતા મળે. અને એને ધ્યાનમાં રાખીને આ ત્રણ ખેલાડી સંન્યાસ લઈ રહ્યા નથી. ભારતીય ટીમમાં પાછા ફરવાની અપેક્ષાને લઈને તેઓ સંન્યાસ લેવાનું પણ માંડી વાળ્યું છે. આ ત્રણ ક્રિકેટર્સમાં મુરલી વિજય, ઋદ્ધિમાન સાહા અને કરુણ નાયરનો સમાવેશ થાય છે.
એક સમયે મુરલી વિજય ભારતનો પર્મેનન્ટ ઓપનર બેટસમેન હતો, પણ જ્યારથી ટેસ્ટ મેચમાં રોહિત શર્માએ ઓપનિંગમાં રમવાનું શરુ કર્યુ ત્યાર બાદ મુરલી વિજયના પાછા ફરવાની શક્યતા જોવા મળતી નથી. મુરલી વિજયે ભારતવતીથી ૬૧ ટેસ્ટ મેચ રમી છે, જેમાં ૩૮.૨૯ની સરેરાશ રનરેટથી ૩,૯૮૨ રન બનાવ્યા હતા. મુરલી વિજયે ૧૨ સદી અને પંદર અડધી સદી બનાવી છે. ભારત તરફથી છેલ્લી ટેસ્ટ ૨૦૧૮-૧૯મા ઑસ્ટ્રેલિયામાં રમી હતી ત્યાર બાદ ભારતીય ટીમમાંથી બહાર છે પણ પાછા ફરવાની શક્યતા ઓછી છે તેમ છતાં તેણે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સન્યાસ લીધો નથી.બીજી ખેલાડીની વાત કરીએ તો મહેન્દ્ર સિંહ ધોનીએ ટેસ્ટ ક્રિકેટમાંથી સન્યાસ લીધા પછી ઋદ્ધિમાન સાહા પણ એક સારો વિકેટકીપરનો વિકલ્પ હતો, પરંતુ તેની બેટિંગનો કોઇ ફાયદો નહીં હોવાથી ધીરે ધીરે તેનું મહત્ત્વ ઓછું થયું હતું. એ જ વખતે ટીમમા ઋષભ પંતની એન્ટ્રી થઈ જે વિકેટકીપિંગની સાથે વિસ્ફોટક બેટિંગ કરવાથી ઋદ્ધિમાન સાહાની પાછા ફરવાની શક્યતા પર પાણી ફરી વળ્યું છે. ઋદ્ધિમાન સાહાએ ભારત તરફથી ૪૦ ટેસ્ટ મેચ રમી હતી, જેમાં ૨૯.૪૧ની સરેરાશથી ૧,૩૫૩ રન બનાવ્યા હતા, જેમાં ૩ સદી અને ૬ અડધી સદી નોંધાવી છે. જોકે, માર્ચ ૨૦૨૨ની શ્રીલંકા શ્રેણીમાંથી પડતો મૂકવામાં આવ્યા પછી પણ તેને અપેક્ષા છે કે ક્રિકેટમાં પાછો લેવામાં આવે, તેથી તેણે હજુ પણ ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો નથી.

ત્રીજા ક્રિકેટરની વાત કરીએ તો કરુણ નાયર છે. વર્ષ ૨૦૧૬માં ઇંગ્લેંડ વિરુદ્ધ ચેન્નઈ ટેસ્ટમેચમાં ૩૦૩ રનની ઐતિહાસિક ઇનિંગ રમ્યા બાદ મીડલ ઓર્ડર બેટ્સમેન કરુણ નાયર એ સેહવાગ પછી ૩૦૦ રનની ઇનિંગ રમવાવાળો બીજો બેટ્સમેન બની ગયો હતો છતા આજ સુધી ફરી તે નવી ઈનિંગ રમ્યો નથી. જોકે, તેને ટીમ ઈન્ડિયામાં સ્થાન મળ્યું નથી તેના માટે કરુણ નાયરે વિરાટ કોહલી અને કોચ રવિ શાસ્ત્રી વિરુદ્ધ આરોપ લગાવ્યા હતા, તેથી ટીમ ઈન્ડિયામાં સ્થાન મળ્યું નથી. કરુણ નાયરે ૬ ટેસ્ટ મેચ રમ્યો છે, જેમાં ૬૨.૩૩ રનની સરેરાશથી ૩૭૪ રન બનાવ્યા હતા જેમાં એક ત્રેવડી સદી નોંધાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!