બોલિવૂડમાં આજકાલ લવ મેરેજ સામાન્ય બની રહ્યા છે. પરંતુ આ ઈન્ડસ્ટ્રીમાં એવા ઘણા સેલિબ્રિટી છે જેમણે પ્રેમ તો કર્યો છે પરંતુ પોતાના માતા-પિતાની પસંદગીથી જ દુલ્હન લાવ્યા છે. એટલે કે તેઓએ એરેન્જ્ડ મેરેજમાં પૂરો વિશ્વાસ દર્શાવ્યો છે. આ લિસ્ટમાં એક-બે નહીં પરંતુ અનેક સેલેબ્સ છે.
શાહિદ કપૂર અને મીરા રાજપૂત
શાહિદ કપૂર અને મીરા રાજપૂતે વર્ષ 2015માં એકબીજાને પાર્ટનર બનાવ્યા હતા. બંનેના પરિવારજનોએ એકબીજા માટે આ જોડી પસંદ કરી હતી. બંનેને બે સુંદર બાળકો પણ છે. મીરા બી-ટાઉનની નથી. લગ્ન પહેલા કરીના સાથે શાહિદના અફેરના ઘણા અહેવાલો સામે આવ્યા હતા.
પ્રિયંકા અને વિવેક ઓબેરોય
પ્રિયંકા અને વિવેક ઓબેરોયે વર્ષ 2010માં એરેન્જ્ડ મેરેજ કર્યા હતા. વિવેકે પોતાના ઈન્ટરવ્યુમાં ઘણી વખત પત્ની પ્રિયંકાના વખાણ કર્યા છે અને કહ્યું છે કે પ્રિયંકાના જીવનમાં આવ્યા બાદ તે સંપૂર્ણ અનુભવે છે. વિવેક ઓબેરોયે પ્રિયંકા સાથે લગ્ન કરતા પહેલા ઐશ્વર્યા રાયને ડેટ કરી હતી.
નીલ નીતિન મુકેશ અને રુક્મિણી
નીલ નીતિન મુકેશે પણ પ્રેમને બદલે એરેન્જ્ડ મેરેજને મહત્વ આપ્યું હતું. તેણે 9 ફેબ્રુઆરી 2017ના રોજ રૂકમણી સાથે લગ્ન કર્યા હતા. તેણે પોતાના લગ્નથી બધાને ચોંકાવી દીધા હતા. નીલ નીતિન મુકેશ અને રુક્મિણીના લગ્ન ઉદયપુરમાં થયા હતા.
માધુરી દિક્ષીત અને ડૉ. શ્રીરામ નેને
માધુરી દીક્ષિતે લગ્ન કરવાનો નિર્ણય ત્યારે લીધો જ્યારે તે કારકિર્દીની ટોચ પર હતી. માધુરી માટે તેના ભાઈએ મિસ્ટર પરફેક્ટ શોધવાનું કામ કર્યું હતું. એ સમયે માધુરીનું સંજય દત્ત સાથે બ્રેકઅપ થયું હતું અને તે ખૂબ જ દુઃખી હતી. એ સમયે તે શ્રીરામ નેનેને મળી હતી અને ત્યારબાદ બંનેએ પરિવારની ઈચ્છા મુજબ લગ્ન કરી લીધા હતા.
કરિશ્મા કપૂર અને સંજય કપૂર
અભિષેક બચ્ચન સાથેની સગાઈ તોડ્યા બાદ કરિશ્મા કપૂરે સંજય કપૂર સાથે એરેન્જ્ડ મેરેજ કર્યા હતા, પરંતુ બાદમાં તેમના લગ્ન તૂટી ગયા હતા. હવે કરિશ્મા તેના બાળકો સાથે મુંબઈમાં રહે છે. કરિશ્મા સંજય કપૂરની બીજી પત્ની હતી.
રાજ કપૂર અને કૃષ્ણા રાજ કપૂર
રાજ કપૂર અને કૃષ્ણા રાજ કપૂરના લગ્ન વર્ષ 1946માં મધ્ય પ્રદેશના રીવા ખાતે થયા હતા. બંનેએ તેમની પ્રથમ મુલાકાતના એક વર્ષ પછી લગ્ન કર્યા હતા. તે સમયે રાજ કપૂર માત્ર 22 વર્ષના હતા. લગ્ન પછી રાજ કપૂરનું નામ નરગીસ, વૈજયંતિમાલા અને ઝીનત અમાન સાથે જોડાયું. વૈજયંતિમાલા સાથે નામ જોડાયા પછી એટલો વિવાદ થયો કે કૃષ્ણાએ ઘર છોડી દીધું, પછી તેમણે રાજ કપૂર સામે ફરી ક્યારેય વૈજયંતિમાલા સાથે કામ ન કરવાની શરત મૂકી. આ પછી જ તેઓ ફરીથી ઘરે પાછા ફર્યા અને આખા પરિવારને સાથે રાખ્યો. કૃષ્ણા કપૂર પૃથ્વી રાજ કપૂરના મામાની પુત્રી હતી.
શમ્મી કપૂર અને નીલાદેવી
શમ્મી કપૂરના અફેરની વાતો હંમેશા ચર્ચામાં રહેતી હતી. તેઓ ગીતા બાલી સાથે ભાગી પણ ગયા હતા, પરંતુ તેના મૃત્યુ પછી, શમ્મી કપૂરના પરિવારે તેમના લગ્ન 1969માં નીલા દેવી સાથે કરાવ્યા હતા.
પિંકી અને રાકેશ રોશન
પિંકી અને રાકેશ રોશનના લગ્ન વર્ષ 1970માં થયા હતા. બંનેના પિતાએ આ લગ્ન નક્કી કર્યા હતા. પિંકી અને રાકેશ રોશનના પિતા એકબીજાના સારા મિત્રો હતા. પિંકીના પિતા જે. ઓમ પ્રકાશ ડિરેક્ટર પણ હતા.
આ કલાકારોએ એરેન્જ્ડ મેરેજમાં બતાવ્યો વિશ્વાસ, માતા-પિતાની પસંદ મુજબ દુલ્હન લાવ્યાં
RELATED ARTICLES