આજે સમગ્ર દેશમાં રાખડીનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે. ભારતીય ખેલાડીઓ પણ તેની ઉજવણી કરવામાં પાછળ નથી. આપણે એવા ભારતીય ક્રિકેટરો વિશે જાણીશું, જેમની સફળતામાં તેમની બહેનોનો ફાળો ઘણો મોટો છે.
સચિન તેંડુલકર
ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકરના જીવનમાં તેની બહેન સવિતાનો ફાળો ઘણો મોટો છે. તે સચિનના પિતા રમેશ તેંડુલકરની પહેલી પત્નીની પુત્રી છે. સચિને તેની સફળતાનો શ્રેય ઘણી વખત તેની બહેનને આપ્યો છે. સચિનને આજે પણ યાદ છે કે તેને તેની બહેને પહેલું કાશ્મીરી વિલો ક્રિકેટ બેટ ભેટમાં આપ્યું હતું. સવિતાએ સચિનની દરેક નાની મોટી મેચ દરમિયાન ઉપવાસ કર્યા છે.

 

 

હરભજન સિંહ
ભારતના આ સ્ટાર સ્પીનરની પાંચ બહેન છે, જેમાંથી ચાર એના કરતા મોટી છે. બહેનોનો એ વહાલો ભાઇ છે. 1998માં તેને ભારત તરફથી ડેબ્યુ કરવાની તક મળી હતી, પણ ટૂંક સમયમાં તેને ટીમની બહાર કરી દેવામાં આવ્યો હતો. તે સમયે ભજ્જીએ કેનેડા જઇ ટ્રક ડ્રાઇવર બનવાનું લગભગ વિચારી જ લીધું હતું. કારણ કે પિતાના અવસાન બાદ તેણે પાંચ બહેન અને માતાનું પેટ ભરવાનું હતું, પણ બહેનોની સલાહથી તે અટકી ગયો અને રણજી મેચમાં શાનદાર દેખાવ કરી ફરીથી ભારતીય ટીમમાં જગા બનાવી હતી.

 

મહેન્દ્ર સિંહ ધોની
ભારતના સૌથી સફળ કેપ્ટન ગણાય છે. માહીની કેપ્ટન્સી હેઠળની ટીમ ઈન્ડિયાએ ઘણા રેકોર્ડ બ્રેક કર્યા છે. માહીની સફળતા પાછળ બહેન જયંતીનો મોટો હાથ રહ્યો છે. ધોનીના પિતા નહોતા ઈચ્છતા કે તે ક્રિકેટર બને, પણ ધોનીની બહેન જયંતી દરેક વળાંક પર પોતાના ભાઈની પડખે ઉભી રહી હતી. બહેનના સાથ અને સહકારથી ધોનીને મેદાન પર ચોગ્ગા, છગ્ગા ફટકારી ટીમ ઇન્ડિયાના કેપ્ટન બનવાનો મોકો મળ્યો હતો. માહીની બહેન જયંતી સ્કૂલ ટીચર છે.

 

 


વિરાટ કોહલી
વિરાટનો એની બહેન ભાવના કોહલી સાથે ભાવનાત્મક સંબંધ છે. વિરાટ જ્યારે માત્ર 18 વર્ષનો હતો ત્યારે તેના પિતાનું મૃત્યુ થયું હતું. પિતાની વિદાય બાદ બહેન અને માતાના સપોર્ટના કારણે વિરાટ ક્રિકેટર બનવાનું સપનું પૂરું કરી શક્યો હતો. ભાવના કેમેરાથી દૂર રહેવાનું પસંદ કરે છે. ભાવના વિરાટના ફેશન લેબલનો એક મહત્વપૂર્ણ ભાગ છે. વિરાટના બિઝી શેડ્યુલ વચ્ચે તેની બહેને જ તેના વ્યવસાયનું ધ્યાન રાખ્યું છે.

 

 

રિષભ પંત
ઋષભ પંતના પિતાના નિધન બાદ બહેન સાક્ષી ભાઈની સતત સાથે રહી હતી. ભાઇ જ્યારે ટીમ ઇન્ડિયામાં સંઘર્ષ કરતો હતો ત્યારે સાક્ષી ભાઇને સપોર્ટ કરવા દરેક મેચ વખતે સ્ટેડિયમમાં હાજર રહેતી અને ભાઇને ચિયર કરતી. પંત આજે ભારતીય ટીમનો સ્ટાર વિકેટકીપર બેટ્સમેન છે. પંતે હંમેશા કહ્યું છે કે બહેનનો સપોર્ટ તેની સૌથી મોટી તાકાત છે.

Google search engine