આ માજી નગરસેવકોએ આરક્ષણની લોટરીમાં વોર્ડ ગુમાવ્યા

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

શુક્રવારે થયેલી આરક્ષણની લોટરીમાં અનેક નગરસેવકોએ પોતાના વોર્ડ ગુમાવ્યા છે તેથી તેઓ પોતાને બાજુનો વોર્ડ શોધવો પડશે અથવા તો પછી પોતાની ઘરની મહિલાઓને ચૂંટણીના મેદાનમાં ઉતારવી પડશે.
ભૂતપૂર્વ વિરોધ પક્ષ નેતા રવિ રાજાનો વોર્ડ જનરલ મહિલા માટે આરક્ષિત થઈ ગયો છે. ગઈ વખતની લોટરીમાં બચી ગયેલા રાષ્ટ્રવાદી કોંગ્રેસના ઘાટકોપરનાં ભૂતપૂર્વ નગરસેવિકા રાખી જાધવનો વોર્ડ ઓપન હતો તે હવે ઓબીસી મહિલા માટે રિઝર્વ થઈ ગયો છે. શિવસેનાના ભૂતપૂર્વ સભાગૃહ નેતા તૃષ્ણા વિશ્ર્વાસરાવનો વોર્ડ ઓબીસી મહિલા માટે આરક્ષિત થઈ ગયો છે. પહેલાં તે ઓપન હતો.
ભાજપના બોરીવીના ભૂતપૂર્વ નગરસેવક હરીશ છેડાનો વોડ મહિલા ઓબીસી થઈ ગયો છે. ભાજપના વિદ્યાર્થી સિંહનો વોર્ડ પણ ઓબીસી થઈ ગયો છે. પ્રવીણ શાહનો પણ ઓબીસી વોર્ડ થઈ ગયો છે. ભાજપના વિનોદ મિશ્રાનો ગયા વખતે વોર્ડ મહિલા માટે અનામત થઈ ગયો હતો, પરંતુ આ લોટરીમાં તેમનો વોર્ડ જનરલ કેટેગરીમાં આવી ગયો છે. શિંદે ગ્રુપમાં જોડાઈ ગયેલા યશંવત જાધવનો વોર્ડ ઓબીસી મહિલા માટે અનામત થઈ ગયો છે. ભૂતપૂર્વ મેયર અને શિવસેનાના ભૂતપૂર્વ નગરસેવક વિશ્ર્વનાથ મહાડેશ્ર્વરનો વોર્ડ ઓબીસી મહિલા માટે આરક્ષિત થઈ ગયો છે. જોકે તેમનાં પત્ની અને ભૂતપૂર્વ નગરસેવિકા પૂજા મહાડેશ્ર્વરને વોર્ડમાંથી ઉમેદવારી મળી શકે છે એટલે તેમને બહુ વાંધો નહીં આવે. કોંગ્રેસના ભૂતપૂર્વ નગરસેવક આસિફ ઝકેરિયાનો વોર્ડ જનરલ શ્રેણીની મહિલા માટે આરક્ષિત થઈ ગયો છે. ભાજપના નગરસેવક પ્રભાકર શિંદેનો વોર્ડ મહિલા માટે આરક્ષિત થઈ ગયો છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.