ગરમીની મોસમ આવી ગઇ છે. સમર વેકેશન એટલે ફરવાની સિઝન. જોકે હાલમાં માવઠાંને કારણે ઠેર ઠેર વરસાદની સમસ્યા પણ વધી ગઇ છે. આવા સમયે ટ્રેન પણ લેટ થતી હોય છે. જેને કારણે મુસાફરોને અનેક તકલીફોનો સમાનો કરવો પડે છે. ત્યારે આવા સમયે ભારતીય રેલવે તમને એક ખાસ સુવિધા આપે છે. જેનો તમારે ફાયદો લેવો જોઇએ. જો મોડી પડે તો રેલવે દ્વારા મુસાફરોને મફત જમવાનું, પાણી અને નાશ્તો આપવામાં આવે છે.
રેલવે દ્વારા મુસાફરોને અનેક સુવિધાઓ આપવામાં આવી છે. આ સુવિધાઓનો લાભ લેવો એ સામાન્ય લોકોનો અધિકાર છે. મોટાભાગના લોકો આવી સુવિધાઓ અને તે અંગેના નિયમોથી અજાણ હોય છે. ત્યારે તમારે આ વાતો જાણી લેવી જોઇએ. જો તમારી ટ્રેન રસ્તામાં રોકાઇ જાય કે મોડી પડે તો રેલવે દ્વારા તમને આ સુવિધા આપવામાં આવે છે. રેલવેના નિયમ અવનુસાર જો કોઇ ટ્રેન બે કલાક કે તેથી વધુ મોડી આવે તો રેલવે દ્વારા મુસાફરોને મફત નાશ્તો અને જમવાની સુવિધા કરવામાં આવે છે. આ સુવિધા માત્ર કેટલીક સીલેક્ટેડ ટ્રેનમાં જ ઉપલબ્ધ છે. આ ટ્રેનમાં રાજધાની, શતાબ્દી અને દુરાંતો ટ્રેનનો સમાવેશ કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે ટ્રેન મોડી પડે તો રેલવે દ્વારા મુસાફરોને જમવાની સગવડ કરવામાં આવે છે. પણ જો આ સગવડ ના હોય તો તમે IRCTC પાસે આ સુવિધાની માંગણી કરી શકો છો.
Fine
કઈ રીતે માંગણી કરવાની ?