દિવસના અજવાળામાં તો લોકો ફરતા હોય પણ રાતના ફરવાની રૌનક કંઇક ઓર જ હોય છે. આમ પણ યુવાન હૈયાઓને તો નિશાવિહાર વધારે પસંદ આવતો હોય છે. જોકે, રાતમાં ફરવાનું તો બધાને ગમે, પરંતુ દુનિયામાં ભાગ્યે જ એવું કોઈ શહેર કે સ્થળ હશે જ્યાં લોકો રાતના સમયે ફરતા હોય. જો કે, કેટલાક શહેરો એવા છે કે જે ક્યારેય રાત્રે ઊંઘતા જ નથી. હા, દુનિયાભરમાં એવા ઘણા શહેરો છે, જ્યાં લોકોની ચહલપહલ દિવસ કરતા રાતમાં વધુ જોવા મળે છે. આવો આજે તમને દુનિયાના એવા શહેરોની સફર કરાવીએ, જ્યાં લોકો રાત્રે ઊંઘતા નથી.
ભારતનું મુંબઈ શહેર

તમે જાણતા જ હશો કે મુંબઈને સપનાનું શહેર પણ કહેવાય છે જે ક્યારેય ઊંઘતું નથી. રાતે મરીન ડ્રાઈવની જે મજા અહીં છે, તે તમને ક્યાંય નહીં મળે. રાત્રિ દરમિયાન અહીં ઘણી ક્લબ અને પબ ખુલ્લા હોય છે.
ન્યૂ-યોર્ક શહેર

અમારી યાદીમાં પ્રથમ સ્થાને ન્યૂ-યોર્ક સિટી છે. રાત્રિના સમયે પણ લોકોની એટલી બધી ભીડ જોવા મળે છે કે પગ મુકવાની જગ્યા નથી હોતી. આ શહેરમાં રાતે પણ ઊંઘ નથી આવતી, અહીં લોકો દિવસની જેમ રાતે ફરે છે.
પેરિસ

દિવસ કરતા રાતે પેરિસ જોવાનો આનંદ બમણો છે. એફિલ ટાવર રાત્રે આખા શહેરને ઝગમગાવે છે ત્યારે પેરિસ શહેરની સ્ટ્રીટ્સ પર લોકોની ભીડ સૌથી વધુ જોવા મળે છે.
કૈરો

કૈરોની ચમકદાર રાત્રિની તમે કોઈની સાથે સ્પર્ધા કરી શકો નહીં. અહીં 24 કલાક લોકોની ભીડ જોવા મળે છે. અહીં જોવા,માણવા માટે ઘણું બધું છે અને ઊંટની સવારી અહીં ઉત્તમ છે.
હોંગકોંગ

જે શહેરો રાત્રે ઊંઘતા નથી તેમાં હોંગકોંગને આપણે કેવી રીતે ભૂલી શકીએ. આ જગ્યા રાત્રે પણ લાઇટથી વાઇબ્રેટ થાય છે. હોંગકોંગના એશિયાના સૌથી વાઈબ્રન્ટ શહેરોમાં ગણવામાં આવે છે. શ્રેષ્ઠ નાઇટસ્પોટ અહીં જોઈ શકાય છે.