ભારતીય પરંપરામાં લગ્ન પછીની પહેલી હોળીનું આગવું મહત્ત્વ હોય છે. બોલીવુડમાં ૨૦૨૨ની હોળી પછી લગ્ન કરનાર બોલીવુડ જોડીઓ પણ આ હોળીની આતુરતાથી રાહ જોતા હશે. ચાલો જાણીએ કયાંં બોલીવુડ કપલની પહેલી હોળીના સમાચાર ઉપર તમે નજર રાખી શકો છો.
ફોકસ – રાજેશ યાજ્ઞિક
આલિયા ભટ્ટ અને રણબીર કપૂર
આ વર્ષની હોળી આલિયા અને રણબીર માટે પણ ખાસ છે. બંનેએ ગયા વર્ષે એપ્રિલમાં લગ્ન કર્યા હતા. આ માત્ર આલિયા અને રણબીરની જ નહીં, પરંતુ તેમની પુત્રી રાહાની પણ પહેલી હોળી હશે જે ખૂબ જ આનંદ અને ઉલ્લાસ સાથે ઉજવવામાં આવશે. આમ પણ કપૂર ખાનદાનની હોળી તો ખાસ હોય જ છે.
——————
આથિયા શેટ્ટી અને કેએલ રાહુલ
આથિયા શેટ્ટી અને કેએલ રાહુલના લગ્નને લઈને અનેક અફવાઓ વારતહેવારે ઊડતી રહેતી. ઘણાએ તો એમના લગ્નની તારીખો પણ એલાન કરી નાખી હતી! બધી અફવાઓને પૂર્ણવિરામ આપતાં આથિયા અને રાહુલે આખરે ૨૩ જાન્યુઆરીએ લગ્ન કયાર્ં હતાં અને આ વખતે બંને એકસાથે હોળી મનાવશે.
—————
પલક મુચ્છલ અને મિથુન શર્મા
આશિકી ૨, ખામોશિયાં, એમએસ ધોની, પ્રેમ રતન ધન પાયો જેવી ફિલ્મોની પ્લેબેક સિંગર પલકે મ્યુઝિક ડાયરેક્ટર મિથુન સાથે નવેમ્બર ૨૦૨૨માં લગ્ન કર્યા છે. એટલે એમની આ પહેલી હોળી પણ બહુ સંગીતમય હોઈ શકે. મિથુને ધ ટ્રેન, અગર, જિસ્મ ૨, આશિકી ૨, એક વિલન, સનમ રે, હાફ ગર્લફ્રેન્ડ, કબીર સિંહ જેવી ફિલ્મોમાં સંગીત આપ્યું છે.
————-
હંસિકા મોટવાણી અને સોહેલ કથુરિયા
હંસિકા મોટવાણી અને સોહેલ કથુરિયાના લગ્ન રાજસ્થાનના જયપુરના મુંડોટા ફોર્ટ અને પેલેસમાં થયા હતા. આ વખતે હોળી હંસિકા અને સોહેલના લગ્ન પછી થશે.
————
રિચા ચઢ્ઢા અને અલી ફઝલ
લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા બાદ રિચા ચઢ્ઢા અને અલી ફઝલ ૨૦૨૨માં લગ્ન કરી ચુક્યાં છે. રિચા અને અલી લગ્ન પછી પહેલી હોળી મનાવશે.
———–
કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા
કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાના લગ્ન બાબત નેટિઝન્સ ખાસ્સા ઉત્સાહિત હતાં અને તેમને દરેકેદરેક વસ્તુ જાણવાની ઉત્કંઠા હતી. ચાહકો લાંબા સમયથી બંનેના લગ્નની રાહ જોઈ રહ્યા હતા, જે હવે આખરે થયું છે. આ રીતે આ વખતે હોળી કિયારા અને સિદ્ધાર્થ એક કપલની જેમ સાથે મનાવશે. શક્ય છે કે બંને સેલેબ્સની જેમ હોળી પાર્ટી રાખે જેમાં પરિવાર અને મિત્રો જોવા મળી શકે.