ટીવી પર આવતી સિરિયલો લોકોને ખૂબ પસંદ આવે છે. તેમની મનપસંદ સિરિયલો જોવા માટે ચાહકો કાં તો બધુ કામ છોડીને તેમને જોવા બેસી જાય છે અથવા તો તેઓ ઝડપથી કામ પૂરું કરી લે છે. કેટલાક લોકો તેમના મનપસંદ શોના પુનરાવર્તિત ટેલિકાસ્ટ પણ જુએ છે. મોટાભાગના લોકો શોના આ પાત્રોને તેમના વાસ્તવિક નામથી નહીં પરંતુ તેમના પાત્રથી જાણે છે. ટીવી શોમાં પુત્રવધૂના રોલમાં જોવા મળેલી મોટાભાગની અભિનેત્રીઓ અભણ અથવા ઓછું ભણેલી બતાવવામાં આવે છે. આટલું જ નહીં નાના પડદા પર તેમને ખોટું અંગ્રેજી બોલતા પણ બતાવવામાં આવે છે, પણ ઘણી અભિનેત્રી રિઅલ લાઇફમાં ઘણી ભણેલી છે.
રૂપાલી ગાંગુલી
રૂપાલી ગાંગુલી અનુપમા સિરિયલમાં અનુપમાનું પાત્ર ભજવે છે. આ શોમાં તે ઓછું ભણેલી અને ખોટું અંગ્રેજી બોલતી પણ જોવા મળે છે, પરંતુ વાસ્તવિક જીવનમાં તે ખૂબ જ ભણેલી છે. રૂપાલી ગાંગુલીએ હોટેલ મેનેજમેન્ટમાં ગ્રેજ્યુએશન કર્યું છે. આટલું જ નહીં રૂપાલી એક બિઝનેસવુમન પણ છે.
દિશા વાકાણી
દિશા વાકાણી કોમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દયાબેનના રોલમાં જોવા મળી હતી. જોકે હવે તે ઘણા સમયથી સ્ક્રીનથી દૂર છે. આ શોમાં દિશાનું ભણતર બહુ ઓછું હોવાનું દર્શાવવામાં આવ્યું છે, પરંતુ વાસ્તવમાં તેણે ડ્રામેટિક્સમાં ગ્રેજ્યુએશન પૂરું કર્યું છે.
શુભાંગી અત્રે
સિરિયલ શુભાંગી ભાભી જી ઘર પર હૈમાં અંગૂરી ભાભીના રોલમાં જોવા મળે છે. આ શોમાં તે પાંચમું પાસ અને ખોટી અંગ્રેજી બોલનારના પાત્રમાં બતાવવામાં આવી છે. પરંતુ વાસ્તવમાં તેણે ગ્રેજ્યુએશનની સાથે MBAની ડિગ્રી પણ મેળવી છે.
દેવોલિના ભટ્ટાચારજી
સાથ નિભાના સાથિયામાં દેવોલિના ભટ્ટાચારજી ગોપી બહુના પાત્રમાં જોવા મળી હતી. આ પાત્રને શોમાં અંગૂઠાની છાપ બતાવવામાં આવી હતી. પરંતુ રિયલ લાઈફમાં દેવોલિના ખૂબ જ ભણેલી છે. અભિનેત્રીએ કોમર્સમાં ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે, આ સિવાય તેણે જ્વેલરી ડિઝાઇનિંગ અને ડેવલપમેન્ટનો કોર્સ પણ કર્યો છે.
સ્નેહા જૈન
ટીવી શો સાથ નિભાના સાથિયા 2 માં મુખ્ય ભૂમિકા ભજવનાર ગેહનાને પણ અભણ બતાવવામાં આવ્યો હતો. પરંતુ શોમાં ગેહનાની ભૂમિકા ભજવી રહેલી અભિનેત્રી સ્નેહા જૈને પોતાનું ગ્રેજ્યુએશન પૂરું કરી લીધું છે.
તેજસ્વી પ્રકાશ
ટીવી સિરિયલ ‘સ્વરાગીની’ ફેમ તેજસ્વી પ્રકાશ હાલમાં સફળતાના સર્વોચ્ચ મુકામે છે. તેજસ્વીએ ઈલેક્ટ્રોનિક્સ અને ટેલિકોમ્યુનિકેશન એન્જિનિયરિંગમાં ડિગ્રી મેળવી છે.
દિવ્યાંકા ત્રિપાઠી
‘યે હૈ મહોબ્બતેં’ ની નમ્ર ‘ઇશિતા’ ઉર્ફે દિવ્યાંકા ત્રિપાઠીએ ઉત્તર કાશીમાં નહેરુ ઇન્સ્ટિટ્યુટ ઓફ માઉન્ટેનિયરિંગમાંથી પર્વતારોહણનો અભ્યાસક્રમ પૂર્ણ કર્યો છે, અને તેણે રાઇફલ શૂટિંગમાં સુવર્ણ ચંદ્રક પણ મેળવ્યો છે.