Homeસ્પેશિયલ ફિચર્સઆ પાંચ કારણોસર થાય છે કમરમાં દુઃખાવો, મહિલાઓ આપે ખાસ ધ્યાન...

આ પાંચ કારણોસર થાય છે કમરમાં દુઃખાવો, મહિલાઓ આપે ખાસ ધ્યાન…

કમરનો દુઃખાવો કે પીઠનો દુઃખાવો એ ખૂબ જ સામાન્ય થઈ ગયો છે, કારણ કે મોટાભાગના લોકો આ દુઃખાવાથી પરેશાન રહે છે. એમાં પણ ખાસ કરીને 40 વટાવ્યા પછી તો આ દુઃખાવો થાય જ છે.

હાલમાં કરવામાં આવેલા એક સંશોધનમાં એવું જાણવા મળ્યું હતું કે મહિલાઓની સરખામણીએ આ દુઃખાવો પુરુષોમાં વધારે જોવા મળે છે અને મહિલાઓને આ સમસ્યા કોઈ પણ ઉંમરે થઈ શકે છે. બદલાઈ રહેલી લાઈફસ્ટાઈલ, ખાણી-પીણીને કારણે મહિલાઓ આ સમસ્યાનો સામનો કરી રહી છે અને એમાં પણ ખાસ કરીને ગર્ભાવસ્થા અને પિરીયડ્સ દરમિયાન મહિલાઓમાં આ સમસ્યા વધારે જોવા મળે છે.

આ ઉપરાંત પણ કમરમાં દુઃખાવા થવાના અન્ય કારણો હોઈ શકે છે, જેના વિશે આજે આપણે અહીં વાત કરવાના છીએ.

આવો જોઈએ એ પાંચ કારણો કે જેને કારણે કમરમાં દુઃખાવો થાય છે-

પ્રેગ્નન્સીઃ
અગાઉ કહ્યું એમ ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓએ કમરના દુઃખાવાનો વિશેષ સામનો કરવો પડે છે. આ સમયગાળા દરમિયાન સૌથી વધારે કમરનો દુઃખાવો કમરની નીચે અને ટેલબોન પાસે થાય છે. પાંચમા મહિના પછી તો આ દુઃખાવો ખૂબ જ વધી જાય છે અને એને કારણે મહિલાઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી શકે એમ છે.

ઓસ્ટિયોપોરોસિસઃ
40 વર્ષ બાદ મહિલાઓ એસ્ટ્રોજનની કમીને કારણે પ્રી મોનોપોઝ ડ્યુરેશનનો એક્સપિરિયન્સ પણ કરે છે, જેને કારણે તેમના હાડકાં પર અસર જોવા મળે છે. એ જ રીતે બીજી ઉંમર વધવાને કારણે પણ પીઠમાં કે કમરમાં દુઃખાવો થઈ શકે છે, જેમ કે સ્પોન્ડિલાઈટિસ, સ્પાઈનલ સ્ટેનોસિસ અને ડિજેનેરેટિવ ડિસ્ક વગેરે વગેરે.

ઓબેસિટીઃ
ઓબેસિટી પણ કમરના દુઃખાવાનું એક મોટું અને મહત્ત્વનું કારણ છે. મહિલાઓએ તેમની લાઈફસ્ટાઈલને મેઈન્ટેઈન રાખવી જોઈએ. બેસતી વખતે કરોડરજૂને એકદમ સ્ટ્રેટ રાખવી જોઈએ અને એની સાથે સાથે જ નિયમિત કસરત કરવી જોઈએ. જો તેઓ કોઈ પણ પ્રકારની વિટામીન ડી અને કેલ્શિયમ લઈ રહ્યા છો તો એના માટે પણ ડોક્ટર સાથે સંપર્ક સાધવો જોઈએ.

મેનોપોઝઃ
ઉંમર વધવી એ માણસની જિંદગીનો એક એવો તબક્કો છે કે જેમાંથી લગભગ દરેક જણ પસાર થાય છે. આ જ રીકે મહિલા દર 10 વર્ષે પોતાના શરીરમાં ફેરફારનો અહેસાસ કરે છે અને આ પરિવર્તનના પરિણામ સ્વરૂપ જ તે પોતાના શરીરને બાળક પેદા કરવા માટે તૈયાર કરે છે. જ્યારે મહિલાઓ મેનોપોઝની સ્થિતિમાં પહોંચી જાય છે ત્યારે પણ તેમને કમરનો દુઃખાવો શરૂ થાય છે.

બેઠાળું જીવન
બેઠાળું જીવન પણ કમર દુઃખાવાનું એક મોટું અને મહત્ત્વનું કારણ છે. આવું એટલા માટે થાય છે કારણ કે 40 વર્ષ બાદ મહિલાઓ કસરત નથી કરતી જેને કારણે તેમની લાઈફસ્ટાઈલ ડિસ્ટર્બ થાય છે અને મેદસ્વીતા વધવા લાગે છે. પેટમાં પણ સમસ્યાઓ થવા લાગે છે, જેને કારણે હોર્મોનલ ચેન્જિસ આવે છે. તણાવની પરિસ્થિતિમાં, ઉંઘ ઓછી આવવી, વિટામીન ડીની કમી વગેરે પરિર્તનને કારણે પણ કમરનો દુઃખાવો થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -