બોલીવૂડમાં એક કરતા એકથી ચઢિયાતી અભિનેત્રીઓ છે, પરંતુ ભોજપુરીની એક નહીં આ પાંચ અદાકારા બોલીવૂડ પર ભારે પડી રહી છે. તેમની વ્યક્તિગત લાઈફ જ નહીં, પરંતુ તેમની ફેશન સ્ટાઈલને લઈ એક નહીં, પણ પાંચ અભિનેત્રી છવાઈ ગઈ છે. મોનાલિસા, નમ્રતા મલ્લા, નેહા મલિક, આમ્રપાલી દુબે અને શ્વેતા તિવારીનું નામ મોખરે છે. તાજેતરમાં આ બધી અભિનેત્રીઓએ બ્લેક આઉટફિટમાં જોવા મળી હતી અને તેમના ચાહકોને ઘાયલ કરી દીધા હતા. સોશિયલ મીડિયા પર ખાસ કરીને ઈન્સ્ટાગ્રામ અને ટવિટર પર છવાયેલી રહે છે. ભોજપુરી સિનેમાની એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર પોતાની તસવીરોથી ફેન્સને દિવાના બનાવતી જોવા મળે છે. સૌથી પહેલું નામ તો મોનાલિસાનું હોય છે, જેને ભોજપુરી ફિલ્મોમાં તો નામ બનાવ્યું છે. આ ઉપરાંત, બી ગ્રેડને ફિલ્મોમાં નામ લોકપ્રિય બન્યું હતું. મોનાલિસાને સાડી જ નહીં, પરંતુ બોલ્ડ ડ્રેસથી લઈને બિકિનીમાં જોવી એ ફેન્સ માટે કોઈ ટ્રીટથી ઓછું નથી. સામાન્ય રીતે લાલ સાડીમાં ચાહકોને પ્રભાવિત કરતી મોનાલિસાએ બ્લેક સાડીમાં પોતાના ફોટા શેર કર્યા હતા, જ્યારે લાખો લોકોએ તેની પ્રશંસા કરી છે.
ઉપરાંત, પોતાની ફેશન સેન્સ અને ગ્લેમરસ અદાથી નમ્રતા મલ્લાએ તેના ચાહકોમાં ઘણી લોકપ્રિયતા મેળવી છે. આ અભિનેત્રી પોતાના બોલ્ડ અવતારથી ચાહકોના વખાણ કરતી જોવા મળે છે. અભિનેત્રી તાજેતરમાં બ્લેક શોર્ટ્સ અને બ્લેક બ્રાલેટ પહેરેલી જોવા મળી હતી, જે સોશિયલ મીડિયા પર જોરદાર વાઈરલ થઈ છે અને તેને હોંશેહોંશે ઈન્સ્ટાગ્રામ પર બ્લેક આઉટફિટમાં તસવીરો શેર કરી છે.
નેહા મલિકે પોતાની ફેશન સેન્સની મદદથી ભોજપુરી સિનેમામાં એક અલગ જ સ્થાન હાંસલ કર્યું છે. અભિનેત્રીની ગ્લેમરસ સ્ટાઈલ હંમેશા ચાહકોમાં પડછાયો બની રહે છે. તાજેતરમાં, અભિનેત્રીએ તેના લુકથી ચાહકોને પ્રભાવિત કર્યા. તે બ્લેક ગાઉનમાં અદભૂત લાગી રહી છે.
આ ઉપરાંત, ટીવી સિરિયલ સાત ફેરેથી જાણીતી બનેલી આમ્રપાલી દૂબેએ પણ ઈન્ડસ્ટ્રીમાં જોરદાર નામ કમાવ્યું છે. બોલ્ડ અને ગ્લેમર અંદાજમાં હમેશાં જોવા મળતી આમ્રપાલી દૂબેના લાખો ચાહકો છે. એટલું જ નહીં, સાતથી નવ લાખ રુપિયાની ફી લઈને તે ચર્ચામાં રહે છે. તેની જાણીતી ફિલ્મ નિરહુઓ રિક્સાવાળા 2.0 પણ હીટ થઈ હતી. બોક્સ ઓફિસ પર આ ફિલ્મ હીટ થઈ હતી. મૂળ ગોરખપુરની દુબે હિન્દી સિરીયલમાં નામ બનાવી ચૂકી છે, પરંતુ આજકાલ વ્યક્તિગત લાઈફને વિશેષ સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે.
ભોજપુરી સિનેમાથી બોલીવૂડ સુધીની સફર કરનાર અભિનેત્રી શ્વેતા તિવારીએ હાલમાં જ કંઈક અલગ કરવાનો પ્રયાસ કરે છે. હંમેશાં પોતાની લાઈફ (છૂટાછેડા)ને લઈ ચર્ચમા રહેનારી શ્વેતા તિવારી આજકાલ દીકરીને લઈને પણ ચર્ચામાં રહે છે. તાજેતરમાં શ્વેતા તિવારી સાડી પહેરીને ચાહકોને ધૂમ મચાવનારી શ્વેતાએ તાજેતરમાં ફોર્મલ ટ્રાય કર્યું હતું અને તે બ્લેક એન્ડ વ્હાઇટ આઉટફિટમાં જોવા મળી હતી. વેસ્ટર્ન આઉટફિટમાં તેનો આ લૂક વાઈરલ થયો હતો.