Homeટોપ ન્યૂઝઆ 4 બેંકો ફિક્સ ડિપોઝિટ પર 7% થી વધુ વ્યાજ આપી રહી...

આ 4 બેંકો ફિક્સ ડિપોઝિટ પર 7% થી વધુ વ્યાજ આપી રહી છે….

રિઝર્વ બેંકે રેપો રેટમાં કરેલા વધારા બાદ ફિક્સ્ડ ડિપોઝિટના દરમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે. આરબીઆઈએ આ મહિને રેપો રેટમાં વધારો કરવાની જાહેરાત કરી હતી, ત્યારબાદ બેંકોએ એફડી રેટની સાથે બચત ખાતાના દરમાં વધારો કર્યો છે. મે 2022 પછી, FD અને બચત ખાતાના દરોમાં સતત વધારો થઈ રહ્યો છે. આ વધારામાં લગભગ તમામ બેંકો સામેલ છે. આ યાદીમાં મુખ્યત્વે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, HDFC બેંક, ICICI બેંક, એક્સિસ બેંક, કોટક મહિન્દ્રા બેંક, IDFC ફર્સ્ટ બેંક અને RBL બેંક વગેરેના નામ સામેલ છે. આ તમામ બેંકોએ તાજેતરમાં એફડીના દરમાં વધારો કર્યો છે. આ સિવાય નાની બેંકો પણ સારું વ્યાજ આપી રહી છે.
1-IDFC ફર્સ્ટ બેંક FD રેટ
IDFC ફર્સ્ટ બેંક 7 દિવસથી 10 વર્ષ સુધીની FD ઓફર કરે છે. આ બેંક સામાન્ય લોકોની સરખામણીએ વરિષ્ઠ નાગરિકોને FD પર 50 બેસિસ પોઈન્ટ વધુ વ્યાજ આપી રહી છે. IDFC ફર્સ્ટ બેંક 750 દિવસમાં પાકતી FD પર 7.25% વ્યાજ ઓફર કરે છે. તે જ રીતે વરિષ્ઠ નાગરિકોને 7.75 ટકા વ્યાજ આપવામાં આવી રહ્યું છે.
2-RBL બેંકનો નવો દર
RBL બેંક સામાન્ય ગ્રાહકોને 15 મહિનામાં પાકતી FD પર 7% વ્યાજ આપી રહી છે. વરિષ્ઠ નાગરિકોને આ સમયગાળા દરમિયાન પાકતી ફિક્સ્ડ ડિપોઝિટ પર 7.50%ના દરે વ્યાજ મળી રહ્યું છે.
3-યુનિયન બેંક ઓફ ઈન્ડિયા
સરકારી બેંક, યુનિયન બેંક ઓફ ઈન્ડિયાએ FDના દરમાં ફેરફાર કર્યો છે. આ બેંકે 17 ઓક્ટોબરથી 2 કરોડ રૂપિયાથી ઓછીની FD પર વ્યાજ દરમાં વધારો કર્યો છે. તાજેતરના વધારા પછી, બેંક 7 દિવસથી 10 વર્ષ સુધીની પાકતી મુદતવાળી FD પર 3% થી 7% વ્યાજ ઓફર કરી રહી છે.
4-કેનેરા બેંકના નવા દરો
કેનેરા બેંકે 666 દિવસ માટે ખાસ FD સ્કીમ શરૂ કરી છે. આ સ્કીમ મુજબ, બેંક તેના સામાન્ય ગ્રાહકોને 7% વ્યાજ દર ઓફર કરી રહી છે, જ્યારે વરિષ્ઠ નાગરિકોને આ થાપણો પર 7.5% વ્યાજ મળશે.

RELATED ARTICLES

Most Popular