શૅર માર્કેટમાં મજબૂતી જોવા મળે

બિઝનેસ

સોના-ચાંદીમાં નરમાઈની ચાલ રહી શકે છે

ગ્રહ સંકેત -વિનોદ રાવલ

આ સપ્તાહના ગ્રહયોગો અને ખગોલીક સ્થિતિ:-
આ સપ્તાહમાં બુધ અને પ્લૂટોનું ઑપોઝિશન છે, સાથે પ્લૂટો સૂર્ય સાથે પણ ઓપોઝિશનમાં રહેલ છે. આ સપ્તાહમાં બુધ અને ગુરુ ત્રિકોણ યોગમાં છે.
શૅરબજાર: આ સપ્તાહની શરૂઆત મજબૂત બજાર ખૂલી થઈ શકે છે. આ સપ્તાહમાં બજાર બેતરફી ચાલ બતાવી શકે છે. પણ ધ્યાન મજબૂત રાખીને વેપાર કરવો. આ સપ્તાહની શરૂઆતમાં બૅંક નિફટીમાં સ્ટોક કરતાં જવું. આ સપ્તાહમાં બન્ને સાઈડની રમત બજાર બતાવી શકે છે. પણ મંદીનો વેપાર કરવો નહીં નિફટી લઈને વેપાર કરવો. સપ્તાહની મધ્યના દિવસોમાં નફારૂપી વેચવાલી આવી શકે છે. નફો બુક કરતાં જવો લાભદાયી રહે. સપ્તાહના મધ્યથી અંતિમ દિવસોમાં એક કે બે દિવસ બજારમાં ઉછાળા જોવા મળી શકે છે. એકાદ દિવસ બજારમાં તેજીનો ઉછાળો આવી શકે છે. સપ્તાહની મધ્યથી અંતિમ દિવસોમાં બજાર બેતરફી રહી શકે છે.
આ સપ્તાહમાં બૅંક, રિલાયન્સ, ઓટો, સેક્ટરમાં વધઘટ જોવા મળી શકે.
સોના-ચાંદી:- આ સપ્તાહમાં સોના અને ચાંદી વાયદા અને હાજર બજારમાં ભાવ નરમાઈ તરફી રહી શકે છે. સોના અને ચાંદી વાયદા અને હાજરમાં આ સપ્તાહના શરૂઆતના દિવસથી જ બજારમાં વેચાણ કરીને ને વેપાર ગોઠવવાથી લાભ મળી શકે છે. સપ્તાહના શરૂઆતના દિવસોમાં અને મધ્યના દિવસોમાં ચાંદીમાં વેચવાલી આવી શકે છે. આ સપ્તાહમાં સિલ્વરમાં મોટી વેચવાલી જોવા મળે. સપ્તાહની મધ્યમાં નફારૂપી વેચવાલી આવતાં ભાવ નરમ જોવા મળે નફો બુક કરતાં જવો. સોના અને ચાંદીમાં સપ્તાહની મધ્યના દિવસમાં સામાન્ય મજબૂતી જોવા મળે. બજારમાં નરમ ધ્યાન રાખીને વેપાર કરવો. પણ વધઘટ બન્ને સાઈડ આવી શકે છે માટે નફો બુક કરતાં જવો. આ સપ્તાહમાં દરેક ઊંચા ભાવે વેચાણ કરીને વેપાર કરવો લાભદાયી થઈ શકે છે. સપ્તાહનાં અંતિમ દિવસોમાં સોના-ચાંદીમાં નફારૂપી લેવાલી આવતાં બેતરફી વધઘટ આવી શકે છે.
ક્રૂડ ઓઈલ:- આ સપ્તાહમાં ક્રૂડ ઓઈલમાં મજબૂત ભાવ જોવા મળે. ક્રૂડ ઓઈલમાં ભાવમાં મજબૂતાઈ બતાવી શકે છે. ક્રૂડ ઓઈલમાં શરૂઆતના દિવસથી સ્ટોક કરીને તેજીનો વેપાર ગોઠવવા. આ સપ્તાહનાં શરૂઆતના દિવસોમાં સ્ટોક કરીને તેજીનો વેપાર ગોઠવતાં જવો. સપ્તાહની મધ્યના દિવસમાં બજાર બેતરફી ચાલ બતાવી શકે છે. આ સપ્તાહમાં શરૂઆતના દિવસોથી મજબૂત ધ્યાન રાખીને વેપાર કરવો. સપ્તાહના અંતિમ દિવસો સુધી તેજીનો વેપાર રાખી શકાય. સપ્તાહના અંતિમ દિવસોમાં નવી લેવાલી આવતાં બજાર મજબૂત રહી શકે છે. આ સપ્તાહમાં ક્રૂડ ઓઈલમાં મજબૂત ભાવ રહી શકે છે.
કોમોડિટી:- આ સપ્તાહમાં કોમોડિટી બજાર મજબૂતી તરફી જોવા મળી શકે છે. આ સપ્તાહમાં સિંગતેલ, કપાસિયાં તેલ, એરંડા, તેલીબિયાં અને દિવેલમાં સપ્તાહની શરૂઆત મજબૂત ભાવથી થાય. સપ્તાહની શરૂઆતના દિવસથી જ તેજી ધ્યાન રાખીને વેપાર ગોઠવતાં જવો. આ સપ્તાહમાં તેલ, તેલીબિયાં, કપાસિયાં, એરંડા, દિવેલ, તેલમાં તેજી ધ્યાન રાખીને વેપાર દરેક ભાવે કરવો. સપ્તાહના મધ્યના દિવસો સુધી સ્ટોક કરતાં જવું લાભદાયી રહે. આ દિવસોમાં એકાદ દિવસ બજારમાં સામાન્ય નરમાઈ અથવા સાંકડી વધઘટ જોવા મળે. પણ મંદીનો વેપાર કરવો નહીં. કપાસિયાં, એરંડા અને દિવેલ, તેલમાં આ સપ્તાહમાં નવી લેવાલી આવતા હાજર અને વાયદામાં મજબૂતાઈ જોવા મળે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.