વધારાના ચાર્જની બાબતનું કોર્પોરેશને કર્યું ખંડન,ગ્રાહકો પર ભારણ વધશે નહીં
નવી દિલ્હીઃ યુપીઆઈ (યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ) દ્વારા કરવામાં આવતી લેવડદેવડ પર પહેલી એપ્રિલ, 2023થી લેવાતા ટ્રાન્ઝેક્શન ચાર્જને લઈ નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એનપીસીઆઈ)એ સ્પષ્ટતા કરી છે અને પહેલી એપ્રિલથી યુપીઆઈ પેમેન્ટ પર લેવામાં આવનારા ચાર્જની બાબતનું ખંડન કર્યું છે. એનપીસીઆઈએ સ્પષ્ટતા કરતા કહ્યું છે કે બેંક એકાઉન્ટથી બીજા બેંક એકાઉન્ટમાં યુપીઆઈ દ્વારા લેવડદેવડમાં ગ્રાહકને કોઈ ચાર્જ આપવો પડશે નહીં. દેશમાં સૌથી વધારે એટલે 99.9 ટકા યુપીઆઈ ટ્રાન્ઝેક્શન બેંક એકાઉન્ટ મારફત થાય છે. આ મુદ્દે એનપીસીઆઈએ સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે યુપીઆઈ પેમેન્ટમાં બેંક અથવા ગ્રાહક પાસેથી કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં. એની સાથે એક બેંક પાસેથી બીજી બેંકમાં યુપીઆઈ ટ્રાન્ઝેક્શનમાં પણ કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં.
NPCI Press Release: UPI is free, fast, secure and seamless
Every month, over 8 billion transactions are processed free for customers and merchants using bank-accounts@EconomicTimes @FinancialXpress @businessline @bsindia @livemint @moneycontrolcom @timesofindia @dilipasbe pic.twitter.com/VpsdUt5u7U— NPCI (@NPCI_NPCI) March 29, 2023
રેગ્યુલેટરી ગાઈડલાઈન્સ પ્રમાણે પ્રીપેડ પેમેન્ટ ઈન્સ્ટ્રુમેન્ટ (પીપીઆઈ વોલેટસ) પર હવે ઈન્ટર ઓપરેટબલ યુપીઆઈ ઈકોસિસ્ટમનો એક ભાગ છે, તેથી તેને ધ્યાનમાં રાખીને એનપીસીઆઈએ પીપીઆઈ વોલેટસને ઈન્ટરઓપરેબલ યુપીઆઈ ઈકોસિસ્ટમની મંજૂરી આપી છે. ઈન્ટરચેન્જ ચાર્જ ફક્ત પીપીઆઈ મર્ચંટ ટ્રાન્ઝેક્શન પર લાગુ પડશે, પણ તેને ગ્રાહક સાથે કોઈ નિસ્બત નથી, તેથી ગ્રાહકને કોઈ ચાર્જ ચૂકવવો પડશે નહીં. એનપીસીઆઈએ બહાર પાડેલા પરિપત્રમાં જણાવ્યા મુજબ ગૂગલપે, પીટીએમ, ફોનપે અથવા અન્ય કોઈ એપ્લિકેશન દ્વારા કરવામાં આવનારી ચૂકવણી પર 1.1 ટકા સુધીનો ઈન્ટરચેન્જ ચાર્જ આપવો પડશે. અલબત્ત, આ ચાર્જ ફક્ત તે લોકોને ચૂકવવો પડશે જેઓ વેપારી વ્યવહારો માટે છે. સામાન્ય લોકોને તેની અસર થશે નહીં.
એનપીસીઆઈએ તેના સ્પષ્ટીકરણમાં જણાવ્યું છે કે યુપીઆઈ દ્વારા એક બેંક એકાઉન્ટથી બીજા એકાઉન્ટના પેમેન્ટ પર કોઈ ચાર્જ આપવો પડશે નહીં. એની સાથે કસ્ટમર/ગ્રાહકની પાસે પણ એ વિકલ્પ ઉપલબ્ધ રહેશે કે તે યુપીઆઈ આધારિત એપ્લિકેશન પર બેંક એકાઉન્ટ, રુપે ક્રેડિટ કાર્ડ, પ્રીપેડ વોલેટ્સનો પણ ઉપયોગ કરી શકે છે. યુપીઆઈના જણાવ્યા મુજબ દેશમાં દર મહિને આઠ અબજ યુપીઆઈ ટ્રાન્ઝેક્શન કસ્ટમર્સ અને મર્ચન્ટસ માટે બિલકુલ મફતમાં પ્રોસેસ કરે છે.