ગુજરાતમાં સેમિક્ધડક્ટર અને ડિસ્પ્લે નિર્માણ માટે જંગી મૂડીરોકાણ થશે

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

એક લાખ જેટલા યુવાઓને રોજગારી અવસર મળશે

ગુજરાતનો વિકાસ
મંગળવાર, ૧૩ સપ્ટેમ્બરે ગુજરાતમાં સૅમિક્ધડક્ટર અને ડિસ્પ્લે ફૅબના ઉત્પાદન માટે અમદાવાદમાં મેમોરન્ડમ ઑફ અન્ડરસ્ટેન્ડિંગ (એમઓયુ) પર વેદાંતા ગ્રૂપના ગ્લોબલ મૅનેજિંગ ડિરેક્ટર ઑફ ડિસ્પ્લે ઍન્ડ સૅમિક્ધડક્ટર બિઝનેસ આકર્ષ હેબ્બર અને ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટૅક્નોલૉજી વિભાગના સચિવ વિજય નહેરાએ સહીસિક્કા કર્યા હતા. એ પ્રસંગે કેન્દ્ર સરકારના ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટૅક્નોલૉજી ખાતાના પ્રધાન અશ્ર્વિની વૈશ્ર્ણવ, ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને વેદાંતા ગ્રૂપના ચૅરમેન અનિલ અગ્રવાલ પણ હાજર હતા. (પીટીઆઈ)

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતમાં સેમિક્ધડક્ટર અને ડિસ્પ્લે નિર્માણ માટે રૂ. ૧,૫૪,૦૦૦ કરોડના મૂડીરોકાણ માટેના એમ.ઓ.યુ. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય સાયન્સ ટેક્નોલોજી પ્રધાન અશ્ર્વિની વૈષ્ણવની ઉપસ્થિતિમાં મંગળવારે ગાંધીનગરમાં સંપન્ન થયા હતા.
ભારતના કોઈ એક રાજ્યમાં કરવામાં આવેલું અત્યાર સુધીનું આ સૌથી મોટું મૂડીરોકાણ આ એમ.ઓ.યુ. અંતર્ગત ફોક્સકોન અને વેદાંતા ગ્રૂપ દ્વારા ગુજરાતમાં કરવામાં આવશે.
રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે કહ્યું હતું કે, વડા પ્રધાનના નેતૃત્વમાં ગુજરાત પોલિસી ડ્રિવન સ્ટેટ બન્યું છે, તેને વધુ ગતિ આપતી ડેડિકેટેડ સેમિક્ધડક્ટર પોલિસી સાથે ‘સ્ટેટ ઈલેક્ટ્રોનિક્સ મિશન’ પણ ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં કાર્યરત કરાયું છે. આ મિશન પણ પ્રોજેક્ટની સફળતા માટે સહાયતા પૂરી પાડશે.
કેન્દ્રીય આઇટી પ્રધાન અશ્ર્વિની વૈષ્ણવે કહ્યું હતું કે, ભારતમાં સ્ટાર્ટ-અપ, મેક ઇન ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા થકી ભારત આજે વિશ્ર્વમાં બીજો સૌથી મોટો મોબાઈલ ઉત્પાદક દેશ બન્યો છે. વડા પ્રધાનના માર્ગદર્શનમાં તૈયાર થયેલી ટેકનોલોજી ક્ષેત્રે ઇકો સિસ્ટમના પરિણામે દેશમાં અંદાજે ૨૫ લાખ રોજગારી ઊભી થઈ છે. આગામી સમયમાં ઈલેક્ટ્રોનિક ઉત્પાદનમાં ૧ કરોડ રોજગારી ઉપલબ્ધ કરાવવાનો લક્ષ્યાંક નક્કી કરાયો છે. આ ક્ષેત્રે ભારતમાં હાલની ૮૦ અબજ ડોલરની ઇકોનોમી ૩૦૦ અબજ ડૉલર સુધી લઈ જવાનો વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સંકલ્પ કરાયો છે. તેમાં આજે ગુજરાતમાં સેમિક્ધડકટર ચિપ્સ ઉત્પાદન ક્ષેત્રે થયેલાં એમઓયુ ખૂબ જ અગત્યની ભૂમિકા ભજવશે તેમ તેમણે ઉમેર્યું હતું.
વૈષ્ણવે વધુમાં કહ્યું હતું કે ગુજરાત સરકાર અને વેદાંતા-ફોક્સકોન ગ્રૂપ વચ્ચે સેમિક્ધડક્ટરના ઉત્પાદન માટે થયેલા એમઓયુ પરિણામે નવી ૧ લાખ રોજગારી ઉપલબ્ધ થશે. આ તો એકમાત્ર શરૂઆત છે. આગામી સમયમાં વધુ ૧૦ કંપનીઓ રોકાણ માટે આવશે. જેનાથી લાખો યુવાનોને રોજગારી ઉપલબ્ધ થશે.
વેદાંતા ગ્રૂપના ચેરમેન અનિલ અગ્રવાલે સેમિક્ધડકટરની અગત્યતા વિશે માહિતી આપતાં કહ્યું હતું કે, ટેકનોલોજીના યુગમાં સેમિક્ધડકટર ચિપ્સ એ વિશ્ર્વની સૌથી મોંઘી અને અત્યંત જરૂરી પાર્ટસમાંની એક છે. આ માટે છેલ્લાં ઘણાં વર્ષોથી અમેરિકા, ચીન અને તાઈવાન વચ્ચે સ્પર્ધા યોજાઈ છે પરંતુ તાઈવાન આ ક્ષેત્રે મોનોપોલી ધરાવે છે. તાઈવાનના ફોક્સકોન ગ્રૂપે ગુજરાત સરકાર સાથે આજે સેમિક્ધડકટર બનાવવા એમઓયુ કર્યાં છે. જેનો માત્ર ગુજરાતને જ નહીં પરંતુ સમગ્ર દેશને ટેકનોલોજી ક્ષેત્રે લાભ મળશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.