જિંદગીથી વધારે મોટી કોઈ કવિતા જ નથી

ઉત્સવ

આજે આટલું જ – શોભિત દેસાઈ

અફીણી ઊંઘમાં વર્ષો સુધી ભાગીને જોયું મેં
પરંતુ આખરે આવી ગઝલ જાગીને જોયું મેં,
પરમ ઉપભોગથી ઉત્તમ બીજું કાંઈ નથી જગમાં,
તમારા સમ, ખરું કહું છું ઘણું ત્યાગીને જોયું મેં
અરે ભઈ એટલા માટે જ તો ઓશો સદા કહેતાં હતા, rather રટાવતા હતા કે ભરપુરતાના બે અર્થ છે મારા શબ્દકોશમાં 1 ઉત્સવ અને 2 જિંદગી. સોંપી દો એને તમારી સમગ્ર જિંદગી અને જો એ એમાં ભરપુરતા પળેપળની ન ભરી દે તો એનું નામ પરમાત્મા નહીં અને મારું નામ શોભિત નહીં. આપણે કાયમ લાંચિયાવેડાથી પરમાત્મા સાથે deal કરીએ છીએ, આપણે એને રુશ્વત ધરીએ છીએ તેલ ચઢાવવાની-નારિયેળ ધરવાની-ઉપવાસ કરવાની-બાધા રાખવાની-મંદિર-મસ્જિદ સુધી ઉઘાડા પગે જવાની. આ બધી ગડબડ એટલે થાય છે. અરે ભૈ! એ પરમાત્મા છે, તમારા કામ કરી આપતો સરકારી નોકર/ઓફિસર/મિનિસ્ટર નથી. જનમાવ્યા છે તમને એણે અને તમે એને જ લાંચ-રુશ્વત ધરો છો?! તેલ ચઢાવવાની? ઉપવાસ રાખવાની? માદળિયા બાંધવાની? આઠસો કરોડ લોકમાંથી તમને એ અલગ તારવશે આપની વખતે? અને એ ય એક માંદળીયું જોઈને? સોંપી જુઓ તમારો આકાર એ નિરાકારને અને જુઓ શું ચમત્કાર થાય છે એ…
સ્વીકારે છે કયા ભવની હુંડી! અદૃશ્ય રહીને કોણ!
બધા ખાલી છે કોઠારો છતાં ખેરાત ચાલે છે.
અમારે સાહિત્યમાં… ખાસ કરીને ગઝલમાં નરસિંહ મહેતાનું નામ વટાવવાની એમના વેલામાં જાત જોડવાની વટાળવૃત્તિ ધમધોકાર ચાલી છે અને હજી ચાલે છે. અને આ એ જ જ્ઞાતિ છે જે આજે બહુ અભિમાનથી, ગર્વથી કહે છે ૧૫૬ ઈંચની છાતી કરીને કે અમે નરસિંહ મહેતાના જ્ઞાતિજનો! પરંતુ એમના જ પૂર્વજોએ મહેતાને નાત બહાર મુક્યા હતા… કટાક્ષના મુશળધાર વરસાવ્યા હતા… વક્રોક્તિથી વીંધ્યા હતા એમના પરિવારજનોને… મારું મોઢું તો ખોલાવતા જ નહીં… હા…
Anyway… જવા દો એ બધું સાડા પાંચ સો વરસ જૂનું. આજે તો એક ગઝલ ગણગણો મારી સાથે… location એમ છે કે નરસિંહનો જાદવો જાગી ગયો છે, પણ પછી લટાર મારવા નીકળ્યો છે જગતના સહજીવનની, તર્ક-વિતર્કની, દુનિયાની, દુકાનદારીના શિથિલ આચારની, સૌથી સ્વીકાર્ય અને લોકભોગ્ય સાહિત્યપ્રકાર ગઝલની ઉપરની કેટલાક કમઅક્કલ- દાઢીબાજ, યેનકેન પ્રકારેણ prominenceમાં રહેવાની નિષ્ફળ કોશિશ કરનાર તિકડમબાજોની ઈર્ષ્યાની… અરે તમે પોતે જ જુઓ તો ખરા… વાંચો તો ખરા…
ખરખરો ફોક કરવો
ચલાયું છે સરસ, અંતર બચ્યું ક્યાં શેષ ઝાઝું છે?
સમીસાંજે તમારું સાથમાં હોવાનું મજાનું છે
વિભાજિત રસ પ્રમાણે, માગ પૂરતું ગોઠવીને મન,
તેં આપેલા વિરલ વરદાનને મેં રોળી નાખ્યું છે
પરમ સંતોષ છે, ચાલ્યો છું વિપરીત માર્ગ પર કાયમ,
દિવસ કાળો ચીતરતાં રાતનું અજવાળું માપ્યું છે
તમે જો એકસાથે જોઈ હો તો બોલજો, બાકી
ઠસાવો ના મને અમથું કે સિક્કાને બે બાજુ છે
કહેવાતા ગુરુ મંડી પડ્યા રે ખરખરો કરવા,
જરા જાગીને જોયું: ગઝલ તો ચાલે બાજુ છે
આજે આટલું જ. ઉ

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.