પ્રેશર કૂકર વાપરો છો? તો આ વાતોનું રાખજો ખાસ ધ્યાન, નહીં તો નાની ભૂલ લઈ લેશે જીવ

સ્પેશિયલ ફિચર્સ

આપણે રસોડામાં રસોઈ બનાવવા માટે વિવિધ પ્રકારના વાસણોનો ઉપયોગ કરીએ છીએ. કિચનમાં ઘણી વસ્તુઓ માટે પ્રેશર કૂકરનો ઉપયોગ કરવામાં આવે છે. બટાકાને બાફવા, દાળ બાફવા, ભાત બનાવવા, માંસાહારી ખોરાક રાંધવા વગેરે વસ્તુઓ માટે પ્રેશર કૂકરનો ઉપયોગ થાય છે.

કૂકર ખોરાકને ઝડપથી રાંધે છે અને ગેસ પણ ઓછો લે છે, પરંતુ પ્રેશર કૂકરનો ઉપયોગ કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે, કારણ કે તમારી નાની ભૂલ જીવલેણ બની શકે છે.

આ બાબતોનું રાખો ધ્યાનઃ-

જ્યારે પણ તમે પ્રેશર કૂકરનો ઉપયોગ કરો છો, ત્યારે તમારે તેમાં યોગ્ય માત્રામાં પાણી નાખવું જોઈએ દાળ, બટાકા કે ચોખા વગેરે નાખ્યા પછી પાણી ઉમેરો. જો કૂકરમાં પાણી ન હોય, તો સૂકું કૂકર ફાટવાનું જોખમ વધી જાય છે.
કૂકરનો ઉપયોગ ઘણી બધી શાકભાજી અને ચોખા વગેરે રાંધવા માટે થાય છે.

આવી સ્થિતિમાં ક્યારેક ચોખાના દાણા, કઠોળ વગેરે સીટીમાં ફસાઈ જાય છે. તેથી, તમારે કૂકરની સીટીને બરાબર સાફ કરવી જોઈએ, કારણ કે જો સીટીમાં કંઈક ફસાઈ જાય તો પણ કૂકર ફાટી શકે છે.

કૂકરના ઢાંકણમાં રબરનું આવરણ હોય છે, જે વરાળ અને પાણીને બહાર નીકળતા અટકાવે છે. આ ઉપરાંત સીટી સંપૂર્ણ અને સમયસર વાગે તે માટે પણ આ રબર ઉપયોગી છે. પરંતુ તમારે દર ત્રણ મહિને આ રબરની રિંગ બદલવી જોઇએ, કારણ કે આ રબર રસોઈ દરમિયાન જૂનું થઈ જાય છે અને કાપને કારણે કૂકર ફાટવાનું જોખમ વધી જાય છે.

ઘણી વખત લોકો જૂના કૂકરનો ઉપયોગ કરતા જ રહે છે, પરંતુ આપણે ભૂલી જઈએ છીએ કે લાંબા સમય સુધી ઉપયોગ કરવાથી પણ કૂકર બગડે છે અને કૂકરમાં તિરાડ પણ આવી જાય છે. આથી બહુ જૂનું કૂકર નહીં વાપરવું જોઇએ. આવું કૂકર ફાટવાનું જોખમ અનેકગણું વધારે હોય છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.