પાકિસ્તાન નાદારીની આરે છે. સાઉદી અને યુએઈએ નવું બેલઆઉટ પેકેજ આપવાનો ઈન્કાર કરી દીધો છે. પાકિસ્તાનના પીએમ શહેબાઝ શરીફ અને તેમનો પરિવાર અબજોપતિ છે જ્યારે દેશના લોકોને બે ટંકના ખાવાના પણ ફાંફાં છે. પાડોશી દેશના રાજનેતાઓ પોતાની સીટ બચાવવામાં વ્યસ્ત છે અને દેશની અર્થવ્યવસ્થા દેવાની દલદલમાં ખરાબ રીતે ડૂબી ગઈ છે. આવી સ્થિતિ પાકિસ્તાનને ગૃહયુદ્ધ તરફ લઈ જઈ રહી છે.
પાકિસ્તાનના પરમાણુ બોમ્બનું શું થશે?
આવી સ્થિતિમાં, દેવાના દલદલમાં ડૂબી ગયેલું પાકિસ્તાન જો નાદાર બની જશે તો તેના પરમાણુ બોમ્બનું શું થશે? શું તે ખોટા હાથમાં જશે? આ એવા કેટલાક પ્રશ્નો છે જેના વિશે વિશ્વભરની થિંક ટેન્ક દ્વારા લાંબા વિચાર-મંથન પછી, કદાચ આવી પરિસ્થિતિઓનો સામનો કરવા માટે એક માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. પાકિસ્તાનના પરમાણુ બોમ્બની સુરક્ષા હંમેશા સવાલોના અને શંકાના ઘેરામાં રહી છે. પાકિસ્તાને ચોરીની ટેક્નોલોજીથી એટમ બોમ્બ બનાવ્યો છે અને તેને બનાવવાનું રહસ્ય અન્ય દેશોને વેચી દીધું છે. કદાચ આ ઈતિહાસને કારણે ભવિષ્યમાં આવી પરિસ્થિતિઓ ન બને તે માટે પહેલાથી જ કોઈ આયોજન કરવામાં આવ્યું હશે.
એટમ બોમ્બ અમેરિકા લઈ જશે!ઃ-
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અમેરિકા (US) પાકિસ્તાનના આર્થિક સંકટ પર નજર રાખી રહ્યું છે. આવી સ્થિતિમાં પાકિસ્તાન અસ્થિર થશે તો અમેરિકાની ‘સ્નેચ એન્ડ ગ્રેબ’ યોજના સક્રિય થશે. એટલે કે અસ્થિરતાના સમયમાં તેના તમામ પરમાણુ બોમ્બ છીનવી શકાય છે.
$100 મિલિયન ઈમરજન્સી પ્લાનઃ-
અમેરિકાના આ પ્લાનનું નામ છે ‘સ્નેચ એન્ડ ગ્રેબ’ એટલે કે હથિયારો છીનવી લો અને તેને તમારા કબજામાં લઈ લો. 9/11ના આતંકી હુમલા બાદ અમેરિકાની નજરમાં પાકિસ્તાન મુશ્કેલીમાં મુકાઈ ગયું છે. અમેરિકાના લોકો જાણે છે કે પાકિસ્તાન એકમાત્ર ઇસ્લામિક દેશ છે જેની પાસે પરમાણુ હથિયાર છે. જો તે ખોટા હાથમાં જશે તો તે આખી દુનિયા માટે ખતરો બની જશે. એક અહેવાલ અનુસાર, અમેરિકાએ પાકિસ્તાનના પરમાણુ હથિયારોને સુરક્ષિત રાખવા માટે 2001 થી 2007 દરમિયાન 100 મિલિયન ડોલરનો ખર્ચ કર્યો હતો. જો સ્નેચ એન્ડ ગ્રેબ પ્લાન એક્ટિવેટ થશે તો શું થશે?
જો પાકિસ્તાન આર્થિક સંકટને કારણે 2023માં ડિફોલ્ટ થાય છે અને જો આ યોજના સક્રિય થશે, તો શું અમેરિકન સેના પાકિસ્તાનમાં ઘૂસીને તેના પરમાણુ હથિયારો પર કબજો કરશે? આ વિશે કોઈ વિગતો જાહેર થઇ નથી. જોકે, આજના સંજોગોમાં એવું કરવું અશક્ય લાગે છે. કારણ કે 2007ના આ અહેવાલ બાદ પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ જનરલ પરવેઝ મુશર્રફે અમેરિકાને યુદ્ધની ધમકી પણ આપી હતી. ત્યારે મુશર્રફે કહ્યું હતું કે, ‘પરમાણુ બોમ્બ જપ્ત કરવાનો પ્રયાસ પાકિસ્તાન અને અમેરિકા વચ્ચે યુદ્ધ શરૂ કરશે. આ અમારી સંપત્તિ છે, જે દેશભરમાં ઘણી સુરક્ષિત જગ્યાઓ પર છે. આપણા 20,000 થી વધુ સૈનિકો તેમની સુરક્ષામાં તૈનાત છે.