Homeવાદ પ્રતિવાદ-ત્યારે સારા નરસાનું સાનભાન બેભાન થઈ જતું હોય છે...

-ત્યારે સારા નરસાનું સાનભાન બેભાન થઈ જતું હોય છે…

મુખ્બિરે ઈસ્લામ -અનવર વલિયાણી

ઈસ્લામમાં ઈન્સાનને ‘અશ્રફૂલ – મખલૂક’ એટલે ‘શ્રેષ્ઠ સર્જન’કહેવામાં આવ્યું છે. દરેક ધર્મમાં મનુષ્યનો જીવ અન્ય જીવોની સરખામણીમાં સૌથી ઉત્તમ માનવામાં આવ્યો છે. આપણે માનવોએ તો જગતને કેવું સુંદર બનાવવું જોઈએ?
* પણ અફસોસ… નથી બનાવી શકયા!
* ક્યાં ભૂલ્યા? * ઘરમાં આવતું છાપું, * વાગતો રેડિયો,
* ટેલિવિઝનમાં દેખાતી – સંભળાતી વાતો!
– અશાંતિની ભયાનક બાબતો તકાજો કરે છે વિચારવાનો, બચવાનો, શાંતિનો.
* શાંતિ ક્યાં છે?
– ‘ઈસ્લામ’નો એક અર્થ ‘શાંતિનું પ્રવેશદ્વાર’ એવો થાય છે.
* શું આ કોલમમાં વાતો કરીને આપણે થોડો સધિયારો મેળવી શકીશું?
* પ્રિય વાચક મિત્રો! આપણે સૌ વિચારી શકીશું?
* આપણું શું થશે?
* આપણી આવનારી પેઢીનું શું થશે?
* ઈતિહાસ આપણને કેવા ચીતરશે?
* આવેશ ટોળું બનીને આવે કે વ્યક્તિગત આવે; સૌથી પહેલું ગળું બુદ્ધિનું ઘોંટાતું હોય છે.
* સારા નરસાનું સાનભાન બેભાન થઈ જતું હોય છે.
* આપણે વાતો તો અલ્લાહને પામવાની કરીએ છીએ,
* જન્નતમાં જવાની કરીએ છીએ પણ
* સર્જનહાર તો દૂર રહ્યો,
* આપણે જાતને ઓળખવાની મહેનત કરીએ છીએ ખરાં?
* આપણા નજીકના એક કે બે સ્વજનોને ગેરસમજમાં દુ:ખી કરતા અને દુ:ખી થતાં આપણે શું શોધવા નીકળ્યા છીએ?
* સુખને?
* સર્જનહારને?
* શાંતિને?
* જેમ પુત્રને પિતાનું નામ જડતું ન હોય ત્યારે શોધવાની તમન્ના જાગે તેમ આપણને સર્જનહારને શોધવાની ઉત્કંઠા જાગે છે?
– આ કોલમને વાંચતા કોમ-ભાઈબંધ કોમના વ્હાલા વાચક મિત્રો!
* અનેક રસ્તા ધર્મને નામે શોધાયા છે તો પછી સર્જનહારના સર્જનનો સંહાર ધર્મને નામે કરી શકાય?
* સર્જનહાર એટલે * અલ્લાહ, * ઈશ્ર્વર, * ગોડ….
* કંઈ કેટલાય નામ આપણે શોધ્યાં છે.
* આપણે આપણને એક કોમ તરીકે ઓળખાવીએ છીએ ત્યારે સર્જનહારને વામણો નથી બનાવતા?
* જુદા રસ્તાને નામે તેને જ નાનો ચીતરીને તેનું અપમાન નથી કરતા?
* ધર્મ શું છે?
* તેનો વિસ્તાર કેટલો?
* તેને ચીની ફિલસુફ માઓ કહે છે તેમ નાકની દાંડી સુધી જ વિસ્તરવા દેવો જોઈએ. એટલે કે ધર્મ મનમાં વ્યક્તિગત રીતે પાળવો જોઈએ.
આત્મમંથન
દીને ઈસ્લામે ગોરા અને કાળાનો ભેદ મીટાવી સૌને સમાન લેખ્યો છે ત્યારે ધર્મ, રંગ, કદ, પ્રદેશ, દેશ, સ્વાદ, પહેરવેશ, ખોરાક, વિચારો વિગેરે જ્યાં આપણામાંથી જુદા પડે ત્યાં મોટે ભાગે તિરસ્કારનો ભાવ કેમ ઊભો થાય છે?
* શું આપણામાં બુદ્ધિ નથી? * ઉદારતા નથી?
* આપણે હાડમાંસ અને આવેશનું ખોખલું માળખું છીએ.
ધર્મજ્ઞાન
* ‘હું સાચો ને મારી વાત જ સાચી’માં રાચતા આપણે અસત્ સામે સત્નું ધર્મયુદ્ધ આચરી શકીશું કે લડયા કરીશું?
* આપણે સચ્ચાઈથી કહી શકીશું કે એકબીજાના ધર્મોને આપણે સમજીએ છીએ ખરા?
* અરે, આપણે જે ધર્મ પાળીએ છીએ તે ધર્મની આપણને ખબર છે ખરી?
* તન, મન અને પહેરવેશની સ્વચ્છતા,
* સ્વભાવની શાલીનતા,
* વ્યવહારની મધુરતા મુસ્લિમોના મૂળભૂત ગુણધર્મો છે એમ જ્યારે મુસ્લિમો સાબિત કરી શકશે ત્યારે જગતના બીજા ધર્મના લોકોને ઈસ્લામની તરફ પ્રભાવિત કરવા પ્રયત્ન આદરવો નહીં પડે.
– શમીમ એમ. પટેલ
* * *
આજનો સંદેશ
ઈસ્લામ અલ્લાહનો મઝહબ (દીન-ધર્મ) છે અને તેને અન્ય લોકો સુધી પહોંચાડવાની ફરજ મુસ્લિમોની છે, એટલી નાની સરખી પણ મહત્ત્વની વાતને મુસ્લિમો પોતાના વ્યવહારિક જીવનમાં ઉતારી લે તો કોઈ શંકા નથી કે તેને પોતાના હાથે ગુમાવેલી સર્વોપરિતા, જાહોજલાલી પાછી પ્રાપ્ત થાય. બાકી અફસોસ છે કે અમુક સંકુચિત વિચારસરણીના મુસ્લિમ લોકો આ તરફ લક્ષ સેવતા નથી અને તે તમામ ખરાબ બાબતોને પોતાના જીવનમાં સ્થાન આપે છે જેની તરફ નબી મુહંમદ સાહેબે નારાજગી દર્શાવેલ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -