જો સિદ્ધ ન કરી શકું તો વિધાનસભામાં આત્મહત્યા કરીશ! શિંદે જૂથના નેતાએ જ આપ્યું આવું નિવેદન

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

મુંબઈ: એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળ ૪૦ વિધાનસભ્યોએ બળવાખોરી કરતાં રાજ્યમાં અભૂતપૂર્વ સત્તાપલટો થયો. આ સત્તાપલટા બાદ મુખ્ય પ્રધાન તરીકે એકનાથ શિંદે, જ્યારે નાયબ મુખ્ય પ્રધાન તરીકે દેવેન્દ્ર ફડણવીસ સત્તાનો ભાર વેંઢારી રહ્યા છે. મહારાષ્ટ્ર-સુરત-ગુવાહાટી બાદ ગોવા એવો પ્રવાસ ખેડીને બળવાખોર વિધાનસભ્યો પાછા મહારાષ્ટ્રમાં આવ્યા હતા. જોકે આમાં નીતિન દેશમુખ એકલા એવા વિધાનસભ્ય છે જે ગુવાહાટીમાં શિંદે જૂથમાં જોડાયા બાદ પાછા ઉદ્ધવ ઠાકરેની સેનામાં આવ્યા હતા. આ જ દેશમુખે હવે સત્તામાં પલટો થયા બાદ મોટું નિવેદન કર્યું છે. રાજ્યમાં પૈસાની મદદથી સત્તામાં પલટો આવ્યો હોવાનું જો હું સાબિત ન કરી શકું તો વિધાનસભામાં જ હું મારા પ્રાણ ત્યાગી દઇશ.
રવિવારે અકોલા જિલ્લામાં એક સભાને સંબોધિત કરતાં દેશમુખે ઉક્ત નિવેદન કર્યું હતું. રાજ્યમાં સત્તાપલટો થયો તેની પ્રત્યેક ક્ષણનો હું સાક્ષી છું. મહાવિકાસ આઘાડી સરકારને પાડવા માટે છેલ્લા દોઢ વર્ષથી ષડયંત્ર ચાલી રહ્યું હતું. આ ષડયંત્ર અત્યારનું નહોતું. તેઓએ મારા પર ભૂલથી પણ કાર્યવાહી કરશે તો મારી પાસે જે ક્લીપ છે તેને હું જાહેર કરી દઇશ. એ લોકોએ રાજ્યમાં સત્તાપલટો લાવવાનું નક્કી કર્યું હતું. જે લોકોએ શિવસેનાની પીઠમાં ખંજર ભોંક્યું છે તેઓની ક્લીપ્સ મારી પાસે છે, એવું નીતિન દેશમુખે કહ્યું હતું.
ઉદ્ધવ ઠાકરે મળી નહોતા રહ્યા. બાળાસાહેબ ઠાકરેની શિવસેના અમારે બચાવવાની હતી. બાળાસાહેબના વિચારોને અમારે બચાવવા હતા, એવું કોઇ નેતાઓ બોલી રહ્યા હતા. જો એ અવાજની ક્લીપ પણ હું બહાર પાડીશ તો સાચેસાચું બહાર આવી જશે. રાજ્યમાં પૈસા લઇને સત્તાપલટો થયો છે અને એ જો હું સિદ્ધ ન કરી શકું તો મહારાષ્ટ્રની વિધાનસભામાં આત્મહત્યા કર્યા સિવાય રહીશ નહીં, એવું પણ નીતિન દેશમુખે કહ્યું હતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.