(અમારા પ્રતિનિધિ તરફથી)
ભુજ: શહેરના હૉસ્પિટલ રોડ પર આવેલા કે.જે જ્વેલરી શો રૂમમાંથી ૧૩.૦૫ કરોડના મૂલ્યનો સોના-ચાંદીનો જથ્થો અને રોકડ રકમ ચોરાઈ ગઈ હોવાની ભાગીદાર ભાઈએ સગા નાના ભાઈ અને ભત્રીજા સામે પોલીસ ફરિયાદ નોંધાવતાં ચકચાર પ્રસરી જવા
પામી છે.
ભુજના જ્યુબિલી સર્કલ નજીક વિજયનગર કોલોનીમાં રહેતા ૫૯ વર્ષિય કિશોર પ્રેમજીભાઈ સોલંકી (સોની)એ ફરિયાદમાં જણાવ્યું હતું કે, પરિવારમાં તેઓ પાંચ ભાઈ અને બે બહેનો છે. કિશોરભાઈ તેમના નાના ભાઈ જયેશ સાથે વર્ષોથી સોની કામનો વ્યવસાય કરતા હતા.
ગત સપ્ટેમ્બર ૨૦૦૯માં ભાઈઓએ સાથે મળીને ભાગીદારીમાં હૉસ્પિટલ રોડ પર સોની પ્રેમજી ગોવંદજી અને કે.જે. જ્વેલર્સના નામથી જ્વેલરી શો રૂમ શરૂ કર્યો હતો. શોરૂમની ચાવીના તમામ સેટ નાના ભાઈ જયેશ પાસે રહેતાં હતાં. બન્ને ભાઇઓ વચ્ચે મતભેદ અને વિવાદ થતા આખરે શોરૂમ બંધ કરી દેવામાં આવ્યો હતો. જયેશ શોરૂમ ખોલતો નહોતો. જયેશની જીદ્દથી કંટાળીને કિશોરે ૨૦૨૧માં ગુજરાત હાઈ કોર્ટ મારફતે આર્બીટ્રેશનની પ્રક્રિયા હાથ ધરી હતી. હાઈ કોર્ટે ઑગસ્ટ ૨૦૨૨માં આર્બીટ્રેશન માટે બોમ્બે હાઈ કોર્ટના નિવૃત્ત જસ્ટિસ મોહિત શાહની નિમણૂક કરેલી. શાહે ૦૪-૦૧-૨૦૨૩ના રોજ કોર્ટ રિસિવર તરીકે યજ્ઞેશ શાહની નિમણૂક કરી શો રૂમ અને વર્કશોપમાં પડેલાં સ્ટોકની ગણતરી કરવા હુકમ કર્યો હતો. ૨૫-૦૧-૨૦૨૩ના રોજ કોર્ટ રીસીવરની હાજરીમાં શોરૂમ ખોલવામાં આવ્યો ત્યારે શટરના સેન્ટ્રલ લોકની ચાવી તૂટેલી જોવા મળી હતી. બીજા લોકની ચાવી ઘરે ભૂલાઈ ગઈ હોવાનું જયેશે બહાનુ કરેલું. જેથી બંને ભાઈની સહમતિથી કોર્ટ રિસિવરે સેન્ટ્રલ લોક તોડી નાખેલું. અંદર પ્રવેશી તીજોરીને ખોલાતાં તેમાં રહેલી રોકડ રકમ અને સોના-ચાંદીનો માલ ગાયબ હતો! તીજોરીમાં ફક્ત થોડી ઘણી ચાંદી પડેલી. શોરૂમમાં લગાડેલાં સીસીટીવી કેમેરાના ફૂટેજ જેમાં સ્ટોર થાય તે ડીવીઆર ગાયબ હતું.
ભુજના બંધ જ્વેલરી શો રૂમમાંથી સોના-ચાંદી, રોકડની ચોરી
RELATED ARTICLES