Homeઉત્સવપુસ્તકોની દુનિયા

પુસ્તકોની દુનિયા

શ્રી અષ્ટલક્ષ્મી
લેખક: શ્રી અરવિંદ નર્મદાશંકર શાસ્ત્રી, મૂલ્ય રૂ. ૨૦૦
પ્રકાશક: એન. એમ. ઠક્કરની કંપની, ૧૪૦, પ્રિન્સેસ સ્ટ્રીટ, ગોવિંદ બિલ્ડિંગ, દવા બજાર, મુંબઈ-૪૦૦૦૦૨.
ફોન: ૯૯૬૭૪ ૫૪૪૪૫, ૨૨૦૧૦૬૩૩.
ધનપ્રાપ્તિ માટે સાધના કરવાની સાચી રીત દર્શાવતું અનોખું પુસ્તક. લક્ષ્મી, સુખ, વૈભવની પ્રાપ્તિ માટેના મંત્રો, યંત્રો, તંત્ર અને વ્રત કરવાની રીત દર્શાવતું અસલ શાસ્ત્રોક્ત પુસ્તક. વરદ લક્ષ્મી એટલે વરદાન આપે તેવી લક્ષ્મી, મહાલક્ષ્મી વ્રતકથા, લક્ષ્મીજીના મંત્રો, યંત્રો, શ્રી યંત્ર તેમ જ જપવાની વિધિ સહિત ધનપ્રાપ્તિના વિવિધ મંત્રો શ્રી સુકતમ, મહાલક્ષ્મી સ્તોત્ર, વીસા યંત્ર, દુર્ગા સપ્તશતીના લક્ષ્મી આપે તેવા મંત્રો, લક્ષ્મીપૂજન કેવી રીતે કરશો તેની વિધિ, વિવિધ મંત્રો સહિત અસંખ્ય ચિત્રો સાથેનું અસલ પુસ્તક. જેમને ત્યાં ક્ધયારત્નનો જન્મ થાય તો લક્ષ્મી પધાર્યા એમ કહેવાય છે, જ્યારે નવી વદુનો ઘરમાં ગૃહપ્રવેશ કરાવાય છે ત્યારે પૂર્ણ સ્વરૂપે લક્ષ્મી શ્રૃંગાર સજીને ઘરમાં અને જીવનમાં પ્રવેશ કરે છે. જે કુટુંબમાં વડીલો પ્રત્યે આદર હોય, વિવેક હોય સ્વચ્છતા હોય, ત્યાં લક્ષ્મીનો વાસ થાય છે. આવી વિષ્ણુપ્રિયા લક્ષ્મીની પ્રાપ્તિ માટેના માર્ગો દર્શાવતું આ એક વસાવવા જેવું પુસ્તક છે. લક્ષ્મીની આરાધના કરવા ઉપરાંત સંક્ટ નિવારણવા મંત્રો, વૈભવ લક્ષ્મીનું વ્રત, મહાલક્ષ્મીના વ્રતની સાચી રીત પણ આ પુસ્તકમાં છે.
———
કુંડલિની મહાશક્તિ
લેખક: અનુભવાનંદજી, મૂલ્ય રૂ. ૧૫૦, પૃષ્ઠ સંખ્યા-૨૨૦
પ્રકાશક: એન. એમ. ઠક્કરની કંપની, ૧૪૦, પ્રિન્સેસ સ્ટ્રીટ, ગોવિંદ બિલ્ડિંગ, દવા બજાર, મુંબઈ-૪૦૦૦૦૨. ફોન: ૯૯૬૭૪ ૫૪૪૪૫
પૂ. શ્રી મૌની બાબાની પ્રેરણા અને માર્ગદર્શનથી આ અદ્ભુત ગ્રંથ શ્રી અનુભવાનંદજીએ તૈયાર કર્યો છે. ગુજરાતીમાં કુંડલિનીની અદ્ભુત શક્તિઓ દ્વારા દિવ્યજ્ઞાન પ્રાપ્ત કરવાનું માર્ગદર્શન આપતો આ ગ્રંથ પ્રગટ થયો છે. યોગીઓ, સિદ્ધો અને સામાન્ય વાચક પણ સમજી શકે તેવી સરળ ભાષામાં આ ગ્રંથ તૈયાર કરવામાં આવ્યો છે. અનેક ચિત્રો દ્વારા કુંડલિની જાગરણની પ્રક્રિયા સમજાવેલી છે. મૂલાધાર ચક્ર, સ્વાધિષ્ઠાન ચક્ર, મણિપુર ચક્ર, અનાહત ચક્ર, આજ્ઞા ચક્ર, સહસ્ત્રદલ ચક્ર વિષે સચિત્ર માહિતી આપતો આ એકમાત્ર ગ્રંથ છે. આ ગ્રંથની રચના કરવામાં હઠયોગ પ્રદીપિકા, પાતાંજલ યોગસૂત્ર, શિવ સંહિતા, જ્ઞાનેશ્ર્વરી ગીતા, યોગ ચૂડામણિ, ગીતા, ભાગવત, દેવી ભાગવત, યજુવેદ, ષટચક્ર નિરુપણ, ઉપનિષદો, યોગ કુંડલી ઉપનિષદ, એક યોગીની આત્મકથા, સરપન્ટ પાવર જેવા દુર્લભ ગ્રંથોમાં દર્શાવેલી માહિતીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. યોગ- કુંડલિનીમાં રસ ધરાવનારા વાંચકો માટે કાયમ ઉપયોગી પુસ્તક.
———-
મહર્ષિ વાત્સ્યાયન પ્રણિત: વાત્સ્યાયન કામસૂત્ર
અનુવાદક: શ્રી વાસિષ્ઠ શાસ્ત્રી, મૂલ્ય રૂ. ૩૫૦
પ્રકાશક: એન. એમ. ઠક્કરની કંપની, ૧૪૦, પ્રિન્સેસ સ્ટ્રીટ, ગોવિંદ બિલ્ડિંગ, દવા બજાર, મુંબઈ-૪૦૦૦૦૨. પૃષ્ઠ સંખ્યા: ૫૪૨. ફોન નં. મો. નં.: ૯૯૬૭૪ ૫૪૪૪૫ – ૨૨૦૧૦૬૩૩.
કામશાસ્ત્રના વિશ્ર્વવિખ્યાત સંપૂર્ણ ગ્રંથની નવી ગુજરાતી આવૃત્તિ. દુનિયાની અનેક ભાષાઓમાં આ ગ્રંથની હજારો નકલો દર વર્ષે વેચાય છે. પ્રખ્યાત અમેરિકન લેખક ડેલ કાર્નેગી આ ગ્રંથ માટે લખે છે, “સ્ત્રીને રાજી કરવાની કળા અને જાતીય જીવનને સફળ કરવાની ચાવી આ ગ્રંથમાં છે. ચુંબન, આલિંગન, સોહાગરાત, સંભોગ પહેલાં અને પછી, સંતાન પ્રાપ્તિના પ્રયોગો, વાજીકરણના પ્રયોગો, નપુસંક્તા નિવારણના પ્રયોગો વિશે વિસ્તૃત માહિતી આપતો આ એકમાત્ર ગ્રંથ છે. કુલ ૪૨ વિભાગોમાં કામકલાના ૩૮૪ વિષયો ઉપરાંત ૮૪ આસનો વિશે સચિત્ર વિગતવાર માહિતી છે. આ પુસ્તક વિષે મુંબઈ સમાચાર લખે છે “ગુજરાતી ભાષામાં કામશાસ્ત્ર અને એવાં બીજાં પુસ્તકો થવા માંડ્યા છે. આવાં પુસ્તકોની ભાષા અશ્ર્લીલ હોય છે. સદ્ભાગ્યે આ પુસ્તક એ દોષથી મુક્ત છે. જે કંઈ લખવામાં આવ્યું છે. તે મર્યાદા રાખીને લખવામાં આવ્યું છે. સ્ત્રીપુરુષને લગ્નજીવનનો સાચો આનંદ પ્રાપ્ત કરવા માટે કામશાસ્ત્રની જરૂર છે.

RELATED ARTICLES

Most Popular