મુંબઈ: પશ્ચિમ રેલવેમાં વસઈ રેલવે સ્ટેશને ચાલતી લોકલ ટ્રેન પકડવાનાં ચક્કરમાં મહિલા અને તેની સાથેના બાળકે સંતુલન ગુમાવતા ટ્રેન અને પ્લેટફોર્મ પર પડયા હતાં. એ જ વખતે બંને જણને એક પ્રવાસીએ ખેચી લેતા બંનેનો જીવ બચી ગયો હતો, જેમાં પોલીસ કોન્સટેબલ એ પણ મદદ કરી હતી.
૧૨મી ડિસેમ્બરનાં વસઈ રેલવે સ્ટેશને રાતના ૯.૧૨ વાગ્યાના સુમારે આ બનાવ બન્યો હતો. આ અંગે પોલીસે વધુમાં કહ્યું હતું કે રાતના સવા નવ વાગ્યાના સુમારે એક મહિલા અને તેની સાથે એક બાળક ચાલતી ટ્રેન પકડવા દોડ્યા હતા, પણ એ વખતે તેમને સંતુલન ગુમાવ્યું હતું અને બંને જણ પ્લેટફોર્મ પર પડ્યા હતા.
જોકે પ્લેટફોર્મ પર હાજર પ્રવાસીની સાથે પોલીસ કોન્સ્ટેબલ તેજારામએ પળવાર નો વિચાર કર્યા પહેલા બંને જણને ખેંચી લેતા બંનેના જીવ બચી ગયા હતા. બંને જણને જરાય ઈજા પહોંચી નથી. કોન્સ્ટેબલની સતર્કતાને કારણે એક સાથે બે જણના જીવ બચાવી લેવાની નોંધનીય કામગીરી કરી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.