બે વર્ષ પહેલા પાંચ ઑગસ્ટ, ૨૦૨૦ના દક્ષિણ મુંબઈં ભારે વરસાદ પડ્યો હતો. તેને પગલે મલબાર હિલમાં પગલે થયેલા ભૂખસ્ખલનથી બી. જી. ખેર માર્ગને ભારે નુકસાન થયું હતું. મુંબઈ મહાનગરપાલિકાએ આ રસ્તાનું સમારકામ હાથમાં લીધું છે, તેનું કામ આગામી છ મહિનામાં પૂરું થશે અને ૩૧ ડિસેમ્બર, ૨૦૨૨ સુધી આ રસ્તો ટ્રાફિક માટે ખુલ્લો મુકવામાં આવશે એવી જાહેરાત રાજ્યના પર્યટન અને પર્યાવરણ પ્રધાન આદિત્ય ઠાકરેે કરી છે. આ રસ્તો મલબાર હિલ વિસ્તારના મહત્વના જંકશન કહેવાતા હ્યુજીસ રોડ, નેપિયન્સી રોડ અને પેડર રોડને જોડે છે.
