અમેરિકાના એમ્બેસેડર આજે ‘મુંબઈ સમાચાર’ની મુલાકાતે

આમચી મુંબઈ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: એશિયાનું સૌથી જૂનું વર્તમાનપત્ર ‘મુંબઈ સમાચાર’ આજે જ્યારે ત્રીજી સદીમાં પદાર્પણ કરી રહ્યું છે ત્યારે અમેરિકાનાં ભારત ખાતેના રાજદૂત પેટ્રિસિયા લસિના મુંબઈ સમાચાર પત્રની મુલાકાત લેશે. ભારત અને અમેરિકા એમ બંને જ્યારે ૭૫ વર્ષની ઉજવણી કરી રહ્યા છે ત્યારે ભારત ખાતેના અમેરિકન રાજદૂત પેટ્રિસિયાની ‘મુંબઈ સમાચાર’ની આજની મુલાકાત બંને દેશ વચ્ચેના મૈત્રીપૂર્ણ સંબંધોને સૌહાર્દપૂર્ણ બનાવશે. ‘મુંબઈ સમાચાર’ની સૌજન્ય મુલાકાત લેનારા અમેરિકન રાજદૂત પેટ્રિસિયા નવમી સપ્ટેમ્બર, ૨૦૨૧થી ભારત ખાતેના કાર્યકારી રાજદૂત તરીકે અખત્યાર સંભાળ્યો હતો. જુલાઈ, ૨૦૧૮થી જુલાઈ, ૨૦૨૧ સુધી જર્મનીના ફ્રેન્કફર્ટની એલચી કચેરીમાં અમેરિકન રાજદૂત તરીકે પણ તેમણે ફરજ બજાવી હતી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.