નોએડાના ટ્વિન ટાવર આજે બપોરે ૨૦,૦૦૦ વિસ્ફોટકની મદદથી તોડી પડાશે

દેશ વિદેશ

નોએડા: કુતુબ મિનાર કરતાં લગભગ સો મીટર ઊંચા નોએડાના ટ્વિન ટાવરને રવિવારે બપોરે ૨૦,૦૦૦ વિસ્ફોટકની મદદથી તોડી પડાશે તેવી સત્તાવાર માહિતી જાણવા મળી હતી.
નોએડામાં સુપરટેકના ગેરકાયદેસર ટ્વિન ટાવર્સને સુરક્ષિત રીતે તોડી પાડવા માટે તેને વિસ્ફોટકોથી કાં તો થોડીક સેક્ધડમાં અથવા દોઢથી બે વર્ષની કંટાળાજનક પ્રક્રિયાનો વિકલ્પ હતો.
કુતુબ મિનાર કરતાં લગભગ સો મીટર ઊંચા આ ટ્વિન ટાવર – ‘વોટરફોલ ઇમ્પ્લોઝન’ ટેકનિક તરીકે ઓળખાતી ડિમોલિશન પદ્ધતિનો ઉપયોગ કરીને રવિવારે સુરક્ષિત રીતે તોડી પાડવામાં આવશે, તેવું સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું.
રવિવારે ટાવર્સ એપેક્સ (૩૨ માળ) અને સિયાન (૨૯ માળ) ના ટાવર પંદર સેક્ધડથી ઓછા સમયમાં પત્તાના ઘરની જેમ તૂટી પડશે.
આમ કરતી વખતે નજીકની ઇમારતોને કોઈ નુકસાન ન થાય તેની ખાતરી રાખવામાં આવશે – સૌથી નજીકનાં બે મકાન માત્ર નવ મીટર દૂર છે. નજીકના એમેરાલ્ડ કોર્ટ અને એટીએસ વિલેજના પાંચ હજારથી વધુ રહેવાસીઓ – ટ્વિન ટાવરની સૌથી નજીકની બે સોસાયટીઓ છે અને રવિવારે સવારે ૭ વાગ્યા સુધીમાં એને ખાલી કરવામાં આવશે. તેમના લગભગ ૨૭૦૦ વાહનો પણ પરિસરમાંથી દૂર કરવામાં આવશે અને રહેવાસીઓએ તેમના પાલતુ પ્રાણીઓને પણ તેમની સાથે લઈ જવા પડશે. ટ્વિન ટાવર્સની આસપાસ પાચસો મીટર સુધીની ત્રિજ્યામાં એક બાકાત ઝોન બનાવવામાં આવશે જ્યાં ટાવરને તોડી પાડવા માટે રોકાયેલા ભારતીય અને વિદેશી બ્લાસ્ટર્સની ટીમ સિવાય કોઈ માનવ અથવા પ્રાણીને હાજર રહેવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
૩૭૦૦ કિગ્રાથી વધુ વિસ્ફોટકોનો ઉપયોગ એપેક્સ અને સિયેન ટાવર્સને તોડવા માટે કરવામાં આવી રહ્યો છે, જેને કારણે અંદાજિત ૫૫,૦૦૦ ટનથી ૮૦,૦૦૦ ટન કાટમાળ નીકળશે તથા એને ત્યાંથી સાફ કરવામાં ઓછામાં ઓછા ત્રણ મહિનાનો સમય લાગશે.
સૂત્રોએ જણાવ્યું હતું કે તેઓને “દોઢસો ટકા વિશ્ર્વાસ છે કે ટાવર સુરક્ષિત રીતે નીચે આવશે અને તેમની ધારણા મુજબની દિશામાં આવશે, તેઓ નજીકનાં રહેવાસીઓને ખાતરી આપે છે કે બહારના પેઇન્ટ અને પ્લાસ્ટર પર “તિરાડો થવાની સંભાવના સિવાય તેમના ઘરોને કોઈ નુકસાન નહીં થાય.
ટ્વિન ટાવર તોડી પાડવા માટે તેમની પાસે કેટલા વિકલ્પો હતા તે અંગે તેઓએ કહ્યું કે આવા ગજાના કોઈપણ માળખાને સુરક્ષિત રીતે તોડી પાડવા માટે મૂળભૂત રીતે ત્રણ ટેક્નિકો છે – ડાયમંડ કટર, રોબોટ્સનો ઉપયોગ અને ઇમ્પ્લોશન. ટેકિનક ત્રણ પરિમાણોના આધારે પસંદ કરવામાં આવે છે – ખર્ચ, સમય અને સલામતી.
તેઓએ કહ્યું કે ‘ડાયમંડ કટર’ને ટ્વિન ટાવર્સને સુરક્ષિત રીતે તોડી પાડવા માટે બે વર્ષ જેટલો સમય લાગ્યો હશે અને તેની કિંમત ઇમ્પ્લોશન પદ્ધતિ કરતાં પાંચ ગણી હશે.
ત્યાં આપણે ક્રેન્સનો ઉપયોગ કરીને ઉપરથી નીચે સુધી દરેક સ્તંભ, દીવાલ અને બીમને ધીમે ધીમે કાપવા પડશે.
રોબોટિક્સનો ઉપયોગ કરવા પર, આ ટેકિનક દોઢ વર્ષથી બે વર્ષના સમયગાળામાં ઘણો ઘોંઘાટ કરે છે અને નજીકના એમેરાલ્ડ કોર્ટ અને એટીએસ વિલેજના રહેવાસીઓ પરેશાન થાત. તેની કિંમત હીરા કાપવાની ટેક્નિક કરતાં ઓછી હોય, પરંતુ ઇમ્પ્લોશન કરતાં વધુ હોય છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટે પણ આદેશ આપ્યો હતો કે આ પ્રોજેક્ટ શક્ય તેટલા ઓછા સમયમાં પૂરો કરવામાં આવે અને પડોશમાં રહેતા રહેવાસીઓને કોઈ ખલેલ ન પહોંચાડે, તેથી ઇમ્પ્લોશન ટેક્નિકની આ પ્રોજેક્ટ માટે પસંદગી કરાઈ છે.
સુપ્રીમ કોર્ટના ઑગસ્ટ, ૨૦૨૧ના આદેશના અનુસંધાનમાં ટ્વિન ટાવર તોડી પાડવામાં આવી રહ્યા છે, જેમાં એમેરાલ્ડ કોર્ટ સોસાયટી પરિસરમાં તેમનું બાંધકામ કાયદાના ધોરણોનું ઉલ્લંઘન કરીને બનાવાયા હોવાનું સાબિત થયું હતું. (એજન્સી)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.